
મોરબી: રાજ્ય સરકાર દ્વારા અનલોગ ચીઝ અને પનીરના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકાયો છે દરમ્યાન ગઈકાલે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ જુદી જુદી 10 જેટલી શોપમાં ફૂડ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ત્યાંથી મળી આવેલ 15 કિલો જેટલી વાસી ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો આગામી દિવસોમાં આજ રીતે અન્ય વિસ્તારોમાં પણ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળેલ છે

મોરબીમાં ફૂડ વિભાગની ટીમ દ્વારા સનાળા રોડ ઉપર આવેલ જુદી જુદી ખાદ્ય સામગ્રીની દુકાનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને પીઝાની જુદી જુદી 10 જેટલી શોપમાં ચેકિંગ કરવામાં આવતા 15 કિલો જેટલો અખાદ્ય ખોરાક ત્યાંથી મળી આવ્યો હોય તેનો નાશ કરવામાં આવ્યો હતો. વધુમાં અધિકારી પાસેથી મળતી વિગત પ્રમાણે અનલોગ ચીઝ અને પનીરનો ઉપયોગ કરતી શોપમાં ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.દરમિયાન પાપા લુઇસ, રીયલ પેપરીકા, લાપીનોઝ સહિતના પીઝા શોપની અંદર ચેકિંગ જુદીજુદી જગ્યાએ ફ્રીજની અંદર રાખવામાં આવેલ વાસી ખોરાક ત્યાં આવતા ગ્રાહકોના પીરસવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને તે વાસી ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો અને દુકાનદારોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી તેમજ આગામી સમયમાં આવી જ રીતે અન્ય વિસ્તારમાં ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવશે તેવું પણ અધિકારીએ જણાવ્યું છે.























