HomeAllમોરબી: સ્વાવલંબી મહિલા અભિયાન અંતર્ગત નિઃશુલ્ક ગ્લેમ મેકઅપ સેમિનાર યોજાયો

મોરબી: સ્વાવલંબી મહિલા અભિયાન અંતર્ગત નિઃશુલ્ક ગ્લેમ મેકઅપ સેમિનાર યોજાયો

મોરબી: મોરબીની સેવાકીય સંસ્થા શ્રી માનવ સેવા એ જ પ્રભુ સેવા સંસ્થાન અને સ્માર્ટ કાર્ડ દ્વારા મહિલાઓના આર્થિક, સામાજિક તથા કારકિર્દી વિષયક વિકાસ માટે વિવિધ યોજનાઓ અને કાર્યક્રમોનું સંપૂર્ણ નિઃશુલ્ક આયોજન કરવામાં આવે છે.

સ્વાવલંબી મહિલા અભિયાન અંતર્ગત તા. 23 ઓગસ્ટના રોજ મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે મોરબી જિલ્લાના પાર્લર વ્યવસાય સાથે સંકળાયેલી મહિલા લાભાર્થીઓ માટે પર્લ નેઇલ એન્ડ બ્રાઇડલ સ્ટુડિયોના સહયોગથી નિઃશુલ્ક ગ્લેમ મેકઅપ સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

સેમિનારમાં મોડલના માધ્યમથી ગ્લેમ મેકઅપ તેમજ મેકઅપની વિવિધ પદ્ધતિઓ અંગે પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત પાર્લર વ્યવસાયને લગતી આધુનિક માહિતી, નવીન તકનીકો તથા વ્યવસાયિક ઉપયોગી બાબતો અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

સેમિનારમાં ભાગ લેનાર તમામ 62 મહિલા લાભાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ નિઃશુલ્ક સેમિનાર દ્વારા મહિલાઓને પોતાના પાર્લર વ્યવસાયમાં નવીન કૌશલ્ય અને આધુનિક તકનીકોનો ઉપયોગ કરી વધુ પ્રગતિ કરવામાં મદદરૂપ થશે તેવી અપેક્ષા સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.

અંતે સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા સેમિનારમાં ઉપસ્થિત તમામ લાભાર્થી બહેનોને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments