HomeAllહળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન સામે ખનિજ વિભાગની કાર્યવાહી

હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન સામે ખનિજ વિભાગની કાર્યવાહી

રૂ. ૪૦ લાખની કિંમતનું હ્યુન્ડાઈ એક્ષકેવેટર મશીન સીઝ

મોરબી: તા. ૨૪ ઓગસ્ટ, ૨૦૨૬: ભૂસ્તરશાસ્ત્રી શ્રી જગદીશ એસ. વાઢેરની સૂચના અને માર્ગદર્શન હેઠળ ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગ, મોરબીની તપાસ ટીમ દ્વારા તા. ૨૩/૦૮/૨૦૨૬ના રોજ હળવદ તાલુકાના મોજે ચાડધ્રા બ્રાહ્મણી નદીપટ્ટ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન સ્થળ પર સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત ખનન કરવામાં આવતું હોવાનું જણાઈ આવતા વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સ્થળ પરથી પીળા રંગનું હ્યુન્ડાઈ કંપનીનું એક્ષકેવેટર મશીન સીઝ કરવામાં આવ્યું હતું.

સીઝ કરાયેલા એક્ષકેવેટર મશીનની અંદાજિત કિંમત રૂ. ૪૦ લાખ હોવાનું સામે આવ્યું છે. સીઝ કરાયેલ મશીનને વધુ કાયદેસરની કાર્યવાહી અર્થે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં મૂકવામાં આવ્યું છે.

તપાસ દરમિયાન સીઝ કરાયેલા એક્ષકેવેટર મશીનના માલિક તરીકે ગોપાલભાઈ નારણભાઈ ઝાપડા, રહે. નાના કેરાળા, તા. વઢવાણ, જી. સુરેન્દ્રનગર હોવાનું સામે આવ્યું છે.

આ સમગ્ર મામલે ગુજરાત મિનરલ્સ (પ્રિવેન્શન ઓફ ઈલીગલ માઈનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ-૨૦૧૭ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગ, મોરબી દ્વારા જિલ્લામાં બિનઅધિકૃત ખનન, પરિવહન તથા ખનિજના ગેરકાયદેસર સંગ્રહ સામે સતત તપાસ હાથ ધરી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments