
મોરબીમાં: આવેલ નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓ અને એનસીસી કેડેટ્સમાં ટીબી રોગ અંગે જાગૃતિ કેળવવા માટે પ્રેરણાત્મક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ટીબી સેન્ટર મોરબીની ટીમ ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમ દરમિયાન પિયુષ ડી. જોશી (જિલ્લા કાર્યક્રમ સંયોજક, જિલ્લા ટીબી સેન્ટર,) દ્વારા ટીબી રોગના કારણો, લક્ષણો, સારવાર, રોગથી બચવાના ઉપાયો તથા સમયસર તપાસના મહત્વ અંગે વિદ્યાર્થીઓને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ એનસીસી કેડેટ્સ તથા અન્ય વિદ્યાર્થીઓનું ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવી, સમાજમાં ટીબી અંગે જાગૃતિ ફેલાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે શૈલેશ પારેજિયા (મોરબી તાલુકા આરોગ્ય સુપરવાઇઝર) પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા તેમજ પ્રિન્સિપાલ નિલેશભાઈ મિરાણી, સતીશભાઈ વોરા સહિતના હાજર રહ્યા હતા.























