HomeAllMorbiમાં એસઓજી પોલીસે દરોડો પાડી ગેરકાયદે પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે શખ્સની...

Morbiમાં એસઓજી પોલીસે દરોડો પાડી ગેરકાયદે પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે શખ્સની કરી ધરપકડ

મોરબી: શહેરમાં ગેરકાયદેસર હથિયારોની હેરફેર અને સંગ્રહ સામે મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. એસઓજી પોલીસે ચોક્કસ બાતમીના આધારે શહેરના પોશ વિસ્તાર ગણાતા રવાપર રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટ પાસેથી પરિમલ વાઘેલા નામના શખ્સની ધાકધમકી કે અન્ય કોઈ ગુનાહિત ઈરાદે ઘૂમી રહ્યો હતો ત્યારે ઝડપી લીધો હતો. પોલીસ ટીમે આરોપી પરિમલ વાઘેલાની અટકાયત કરીને તેની તલાશી લેતાં તેની પાસેથી એક ગેરકાયદેસર દેશી પિસ્તોલ તેમજ ૨ નંગ જીવતા કાર્ટીસ (કારતૂસ) મળી આવ્યા હતા. પોલીસે ત્વરિત ધોરણે આ ગેરકાયદે હથિયાર અને કારતૂસનો મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો.

પ્રાથમિક પૂછપરછમાં આરોપી આ હથિયાર ક્યાંથી લાવ્યો હતો અને તેનો શો ઉપયોગ કરવાનો હતો તે અંગે પોલીસે તપાસ આદરી છે. સીટી એ ડિવિઝનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો આ મામલે મોરબી એસઓજી પોલીસ દ્વારા આરોપી પરિમલ વાઘેલા વિરુદ્ધ આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે સત્તાવાર ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. હથિયાર સપ્લાય કરનાર મુખ્ય સૂત્રધાર અને આરોપીના ગુનાહિત ઇતિહાસ અંગે સીટી એ ડિવિઝન પોલીસે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments