HomeAllમિતાણા પાસે 40 વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસમાં આગ, બાળકોનો બચાવ

મિતાણા પાસે 40 વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસમાં આગ, બાળકોનો બચાવ

મોરબી: જિલ્લાના ટંકારા તાલુકા હેઠળ આવતા મિતાણા ગામ નજીક આજે સવારે એક મોટી હોનારત ટળતાં વાલીઓ અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. 40 જેટલા માસૂમ બાળકોને લઈને શાળાએ જઈ રહેલી એક સ્કૂલ બસમાં અચાનક જ આગ ભભૂકી ઊઠી હતી.મિતાણા નજીક સ્કૂલ બસમાં ભીષણ આગ

આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે જોતજોતામાં બસમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. જોકે, બસ ચાલક અને સ્થાનિકોની ત્વરિત સમયસૂચકતાના કારણે બસમાં સવાર તમામ 40 વિદ્યાર્થીઓને તાત્કાલિક સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ બાળકને નાની-મોટી ઈજા પહોંચી નથી અને મોટો અકસ્માત બનતાં અટકી ગયો છે.

પ્રાથમિક રીતે બસમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. આગ લાગવાનું સાચું કારણ શું હતું અને બસમાં આગ ઓલવવાના સાધનો ઉપલબ્ધ હતા કે નહીં તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments