HomeAllરાજપર ગામે ખેડૂતોની ખેતૂત સભા યોજાઈ: વીજપોલ મુદ્દે ખેડૂતોને જાગૃત કરાયા

રાજપર ગામે ખેડૂતોની ખેતૂત સભા યોજાઈ: વીજપોલ મુદ્દે ખેડૂતોને જાગૃત કરાયા

મોરબી તાલુકાના રાજપર ગામે વીજ કંપનીઓ દ્વારા ઉભા કરવામાં આવતા વીજપોલના મુદ્દે ખેડૂતોની ખેતૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભામાં ખેડૂતોના જમીન હક્કો, યોગ્ય વળતર અને વીજ કંપનીઓની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરી ખેડૂતોને જાગૃત કરવામાં આવ્યા હતા.

ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્ર હજુ સુધી મંજૂર કરવામાં આવ્યો નથી, જેના કારણે જમીનમાંથી પસાર થતી વીજ લાઈનો તથા વીજપોલના મામલે ખેડૂતોને યોગ્ય વળતર મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.

સભામાં ખેડૂતોને પોતાની જમીનના યોગ્ય વળતર માટે એકજૂટ થઈને લડત આપવા આહ્વાન કરવામાં આવ્યું હતું. સાથે જ ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે સરકાર અને સંબંધિત વીજ કંપનીઓ સમક્ષ મજબૂત રજૂઆત કરવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી હતી.

આ દરમિયાન હાર્દિક પટેલના નિવેદન સામે જેતપર આંદોલન સમિતિ મેદાને આવી હતી. સમિતિ દ્વારા હાર્દિક પટેલના નિવેદનને વખોડી કાઢી આકરા શબ્દોમાં જવાબ આપવામાં આવ્યો હતો. ખેડૂતોના હિત સાથે કોઈપણ પ્રકારનું સમાધાન નહીં કરવામાં આવે અને ખેડૂતોના અધિકારો તથા યોગ્ય વળતર માટે લડત યથાવત રાખવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ખેડૂતોના હિતના પ્રશ્નોને લઈને આગામી દિવસોમાં પણ સંગઠિત રીતે રજૂઆતો અને આંદોલનાત્મક કાર્યક્રમો ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments