HomeAllમોરબી સબ જેલમાં રક્ષાબંધનની ભાવુક ઉજવણી

મોરબી સબ જેલમાં રક્ષાબંધનની ભાવુક ઉજવણી

મોરબી: સબ જેલ ખાતે રક્ષાબંધન પર્વ નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેલની ચાર દીવાલો વચ્ચે પણ ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને લાગણીનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. કેદી ભાઈઓને તેમના પરિવારજનો દ્વારા રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

રક્ષાબંધન નિમિત્તે સબ જેલ તંત્ર દ્વારા કેદીઓને તેમના પરિવારજનો સાથે મળવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. સવારે 9 વાગ્યાથી બપોર સુધી પરિવારજનો જેલ ખાતે આવી કેદીઓને રાખડી બાંધી શક્યા હતા. લાંબા સમય બાદ પરિવારજનો સાથે થયેલા આ લાગણીસભર મિલનથી કેદીઓમાં પણ ભાવુકતા જોવા મળી હતી.

રાખડી બાંધતી વેળાએ ભાઈ-બહેન વચ્ચે લાગણીસભર ક્ષણો સર્જાઈ હતી. પરિવારજનોની મુલાકાતથી કેદીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી, જ્યારે અનેક ભાઈ-બહેનની આંખોમાં લાગણીના આંસુ પણ છલકાયા હતા. રક્ષાબંધનના આ પર્વે જેલની અંદર માનવતા, પરિવારપ્રેમ અને ભાઈ-બહેનના સ્નેહની લાગણીસભર ઝલક જોવા મળી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments