HomeAllના ગ્લેશિયર તૂટ્યું, ના ભૂકંપ! નેપાળ પૂરમાં નવું કારણ સામે આવ્યું... હવે...

ના ગ્લેશિયર તૂટ્યું, ના ભૂકંપ! નેપાળ પૂરમાં નવું કારણ સામે આવ્યું… હવે ભારત માટે પણ મોટું જોખમ?

અચાનક કેમ આવ્યું નેપાળમાં વિનાશક પૂર? સેટેલાઈટ તસવીરોએ ખોલ્યું મોટું રહસ્ય!

કાઠમંડુ: નેપાળની ભોટે કોશી અને લ્હેન્ડે નદીમાં અચાનક આવેલા વિનાશક પૂર પાછળ ગ્લેશિયર ફાટવા કરતાં બરફ અને ખડકોનો હિમપ્રપાત (Avalanche) મુખ્ય કારણ હોવાનું સેટેલાઇટ તસવીરોના વિશ્લેષણથી સામે આવ્યું છે. નેપાળ-તિબેટ સરહદ નજીકથી ભારે કાટમાળ નીચે પડતાં નદીનો રસ્તો અસ્થાયી રૂપે બંધ થઈ ગયો હતો અને ભૂસ્ખલન બંધ (Landslide Dam) બન્યો હતો, જે પાછળથી તૂટતાં નીચેના વિસ્તારોમાં તબાહી મચી હતી. જળવાયુ પરિવર્તન અને હિમાલય ક્ષેત્રમાં વધી રહેલા તાપમાનના કારણે ભવિષ્યમાં ભારતના પહાડી વિસ્તારો પર પણ આવું જોખમ તોળાઈ રહ્યું છે.

નેપાળની ભોટે કોશી નદીમાં અચાનક આવેલા પૂરનું કારણ ગ્લેશિયર તૂટવું કે બરફના ખડકોના હિમપ્રપાતને કારણે આવ્યું હતું તેના પાછળનું કારણ જાણવા માટે વૈજ્ઞાનિકો તપાસ કરી રહ્યા છે. પ્રાથમિક અંદાજ પરથી જાણવા મળ્યું કે કાટમાળના કારણે લ્હેન્ડે નદીનો રસ્તો અસ્થાયી રીતે બંધ થઈ ગયો હતો અને એક ભૂસ્ખલન બંધ બન્યો હતો જે બાદમાં તૂટી ગયો હતો. સરહદ નજીક એક મોટો હિસ્સો તૂટીને લગભગ એક કિલોમીટર નીચે ઘાટીમાં પડ્યો રસુવા જિલ્લામાં બુધવારે આવેલા વિનાશક પૂરમાં સેંકડો લોકો માર્યા ગયા હતા અને નદીના કિનારે બનેલા પુલો અને અન્ય માળખાકીય સુવિધાઓ નષ્ટ થયા હતા. આ પૂર નદીના પ્રવાહમાં નીચેની તરફ આગળ વધ્યા અને અનેક જિલ્લામાં તબાહી મચાવી હતી.

એટલે નેપાળ-તિબેટ સરહદ નજીક એક મોટો હિસ્સો તૂટીને લગભગ એક કિલોમીટર નીચે ઘાટીમાં પડ્યો હતો એની સાથે બરફ, પથ્થર, કાટમાળ પણ નીચે તણાઈ આવ્યો હતો. સેટેલાઈટ તસવીરોમાં ગ્લેશિયરથી ઘાટી સુધી એક નવું નિશાન જોવા મળે છે, જ્યારે એ જ જગ્યા હતી, જ્યાંથી કંપનના રેકોર્ડ મળ્યા હતા. એક સમજણ પ્રમાણે પહાડ પર બરફનો એક હિસ્સો જામેલો હતો, જ્યારે એના નીચે પાણી પહોંચ્યું તો બરફ અને જમીનની વચ્ચે પકક્ડ નબળી થઈ અને એના પછી ગ્લેશિયરનો હિસ્સો ખસીને નીચે પડ્યો હતો. એ જ વખતે મોટો કાટમાળ નદી સુધી પહોંચ્યો, તેનાથી નદીનો રસ્તો અવરોધાયો હતો અને પાણીનો પ્રવાહ પણ વધ્યો હતો.

બરફ અને ખડકોનો મોટો હિસ્સો લ્હેન્ડે નદીમાં પડ્યો હશે રસુવાગઢીમાં નેપાળ-તિબેટ સરહદ પાસે અચાનક આવેલા આ પૂર બાદ શરૂઆતના અટકળોમાં ગ્લેશિયર સરોવર ફાટ્યા બાદ પૂર અને હિમપ્રપાત કહેવામાં આવી રહ્યું હતું. જોકે, ધ કાઠમંડૂ પોસ્ટના રિપોર્ટ અનુસાર, સેટેલાઈટ તસવીરોનું વિશ્લેષણ કરતા વૈજ્ઞાનિકોનું હવે માનવું છે કે બરફ અને ખડકોનો મોટો હિસ્સો લ્હેન્ડે નદીમાં પડ્યો હશે, જેના કારણે તેનો પ્રવાહ અસ્થાયીરૂપે અટકી ગયો હતો અને એક ભૂસ્ખલન બંધ બની ગયો જે બાદમાં તૂટી ગયો હતો. ધ કાઠમંડુ પોસ્ટના અહેવાલ મુજબ, નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટીએ બરફ અને ખડકોના હિમપ્રપાતને ઘટનાનું મુખ્ય કારણ માન્યું છે.

વૈજ્ઞાનિકો દ્વારા વિશ્લેષણ કરાયેલ સેટેલાઇટ તસવીરોમાં રસુવાગઢી સરહદ ક્રોસિંગથી લગભગ 20 કિમી ઉત્તરપૂર્વમાં એક મોટો હિમસ્ખલન થતું જોવા મળ્યું હતું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કાટમાળ ભોટે કોશીની સહાયક નદી લ્હેન્ડે નદીમાં પડ્યો હતો જેના કારણે એક શક્તિશાળી પૂર આવ્યું છે. કાઠમંડુ યુનિવર્સિટીના આબોહવા સંશોધક અને પ્રોફેસર રિજન ભક્ત કાયસ્થને ટાંકીને કહ્યું હતું કે પૂર ફાટી નીકળતા પહેલા હિમસ્ખલન લ્હેન્ડે નદીને રસ્તો રોકી દીધો હતો. અમને શંકા છે કે નેપાળ બાજુએ હિમસ્ખલન લ્હેન્ડેને અવરોધિત કરતું હતું.

આ જ સમયે ભૂકંપ આવ્યો હતો પરંતુ અમને હજુ સુધી ખબર નથી કે તેનાથી હિમસ્ખલન શરૂ થયું કે નહીં.”ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઇન્ટિગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટના રિમોટ સેન્સિંગ અને જીઓઇન્ફર્મેશન એસોસિએટ સાર્થક શ્રેષ્ઠએ જણાવ્યું હતું કે અત્યાર સુધીના પુરાવા મુખ્ય ટ્રિગર તરીકે નેપાળ બાજુ પર હિમપ્રપાત તરફ નિર્દેશ કરે છે. અત્યાર સુધીના પુરાવા સૂચવે છે કે સ્યાફ્રુબેસી ઉપર હિમપ્રપાતે નદીને અવરોધિત કરી હતી અને ત્યારબાદ પૂર આવ્યું હતું. સંપૂર્ણ ચિત્ર સ્થાપિત કરવામાં બે અઠવાડિયા લાગી શકે છે. અસલી ચિંતાનું કારણ હવે શરુ થાય છે ગ્લેશિયર તૂટવા મુદ્દે હવે સૌથી મોટો સવાલ એ થાય છે કે તૂટ્યું કઈ રીતે.

વૈજ્ઞાનિકો એના માટે બરફ પીગળવા, તાપમાનમાં વધારા અને ગ્લેશિયરની અંદર પાણી પહોંચવા મુદ્દે પણ તપાસ કરી રહ્યા છે. એને પણ ડાયરેક્ટ જળવાયુ પરિવર્તનનું પરિણામ માનવાનું પણ ઉતાવળ ગણાશે, પણ સૌથી મોટી વાત તો એ છે કે હિમાલયના બદલાતા તાપમાન અને ઝડપથી પીગળી રહેલા બરફે સંકટ વધાર્યું છે. વૈજ્ઞાનિકોના દાવા અનુસાર જ્યારે ગ્લેશિયરમાં પીગળેલું પાણી અંદર સુધી જાય છે તો બરફ અને જમીનની વચ્ચે લપસવાનું વધી જાય છે અને આ સંજોગમાં ગ્લેશિયરનો અમુક હિસ્સો અચાનક પણ તૂટી જાય છે. હજુ પણ જોખમ પૂરું થયું નથી. નેપાળ-ચીન સરહદ નજીકના ઊંચા વિસ્તારોમાં કાટમાળ જમા થયેલો છે, જેનાથી પાણીનો રસ્તો રોકાઈ શકે છે.

ટૂંકમાં, નેપાળમાં આવેલી આફતએ એક વાત સ્પષ્ટ કરી છે કે હિમાલયમાં બરફ, પહાડો, પાણી, પર્વતો અને હવામાન એકબીજાની સાથે કનેક્ટેડ છે, તેમાંય વળી ઊંચા પહાડોમાં નિર્માણ થનારી સામાન્ય ઘટના નીચેના મેદાની વિસ્તારોમાં તબાહી લાવી શકે છે. વધતા તાપમાનની વચ્ચે તિબેટથી લઈને ભારતના પહાડી વિસ્તારોમાં જોખમ ઊભું કરી શકે છે, તેથી ગ્લેશિયરની દેખરેખ અને સમયાંતરે ચેતવણી અને નદીઓના રસ્તાઓનું ધ્યાન રાખવું જરુરી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments