HomeAllમોરબીના સનાળા રોડ પર સત્યેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ સોમવાર નિમિત્તે ભવ્ય મહા...

મોરબીના સનાળા રોડ પર સત્યેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ સોમવાર નિમિત્તે ભવ્ય મહા આરતી

મોરબી: શહેરના સનાળા રોડ પર આવેલા સત્યેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે પવિત્ર શ્રાવણ માસના સોમવાર નિમિત્તે ભવ્ય મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ધાર્મિક માહોલ વચ્ચે યોજાયેલી મહા આરતીમાં મોટી સંખ્યામાં ભાવિકજનો ઉપસ્થિત રહ્યા હતા.

મહા આરતી દરમિયાન ભક્તોએ ભગવાન શિવની આરાધના કરી શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરી હતી. સમગ્ર મંદિર પરિસર ‘હર હર મહાદેવ’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ભાવિકોએ મહાદેવના દર્શન કરી તથા મહા આરતીમાં સહભાગી બની આધ્યાત્મિક શાંતિ અને ધન્યતાનો અનુભવ કર્યો હતો.

શ્રાવણ માસના પવિત્ર સોમવારે સત્યેશ્વર મહાદેવ મંદિરે યોજાયેલી આ મહા આરતી ભક્તિમય વાતાવરણ અને શ્રદ્ધાભાવથી સંપન્ન થઈ હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments