અમદાવાદ નિવાસી શ્રી ચેતનભાઈ ધનસુખભાઈ સોલંકી (અનુપમ ટોકીઝ-જામનગર પરિવાર)ની દીકરી ચિ. પુષ્ટીને જામનગરની વિશ્વપ્રસિદ્ધ શ્રી એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં MBBS અભ્યાસક્રમમાં પ્રવેશ મળતા સમગ્ર કંસારા સમાજમાં ગૌરવની લાગણી પ્રસરી છે.

કંસારા જ્ઞાતિ જનરલ કેટેગરીમાં આવતી હોવાથી સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવો અત્યંત પડકારજનક હોય છે. આવા સંજોગોમાં પુષ્ટીએ પોતાની મહેનત, પ્રતિભા અને સતત પ્રયત્નોના બળે સરકારી મેડિકલ કોલેજમાં MBBSમાં પ્રવેશ મેળવી સમાજનું ગૌરવ વધાર્યું છે.

પુષ્ટીની આ નોંધપાત્ર સિદ્ધિ બદલ મંડળ તથા સમગ્ર સમાજ પરિવાર તરફથી તેમને હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. પુષ્ટી ભવિષ્યમાં તબીબી ક્ષેત્રે વધુ પ્રગતિ કરી સમાજ અને પરિવારનું નામ રોશન કરે તેવા આશીર્વાદ વ્યક્ત કરવામાં આવ્યા છે.

આ સાથે પુષ્ટીના પિતા શ્રી ચેતનભાઈ ધનસુખભાઈ સોલંકી તથા માતા શ્રીમતી ભાવિકાબેનને પણ દીકરીની આ સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે.























