HomeAllમોરબી ગ્રાહક સુરક્ષા મંડળની રજૂઆતથી ગ્રાહકને વીમા કંપની સામે રાહત

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની રજૂઆતથી ગ્રાહકને વીમા કંપની સામે રાહત

હળવદના દિપકભાઈ રમણિકભાઈ પટેલના મેડિકલ વીમા ક્લેમ મામલે ગ્રાહક અદાલતનો મહત્વપૂર્ણ ચુકાદો : રૂ.1,75,458ની વીમા રકમ 9 ટકા વ્યાજ સાથે ચૂકવવા આદેશ

મોરબી: 21/09/26: હળવદના વતની દિપકભાઈ રમણિકભાઈ પટેલે હેલ્થ હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીનો મેડિકલ વીમો લીધો હતો. તા.15/10/24ના રોજ એક્ટિવા પર જતા સમયે રસ્તામાં અકસ્માત સર્જાતા તેમના ડાબા પગના ઘૂંટણમાં ઈજા થઈ હતી. સારવાર દરમિયાન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ઓપરેશન સહિતની સારવાર પાછળ રૂ.1,75,458નો ખર્ચ થયો હતો.

દિપકભાઈ પટેલે સારવારના તમામ બિલો વીમા કંપનીમાં રજૂ કરી વીમાની રકમ ચૂકવવા માંગણી કરી હતી. જોકે વીમા કંપનીએ તા.03/12/24ના રોજ રિપ્યુડિએશન લેટર મારફતે ક્લેમ નામંજૂર કરી વીમાની રકમ ચૂકવવાનો ઇનકાર કર્યો હતો. આથી ગ્રાહકને અન્યાય થતાં મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

કેસની સુનાવણી દરમિયાન ગ્રાહક તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે ગ્રાહક પાસે માન્ય મેડિકલ પોલિસી હતી અને તેણે નિયમિત રીતે પ્રીમિયમ ભર્યું હતું. તેમ છતાં વીમા કંપની દ્વારા ક્લેમ નામંજૂર કરવામાં આવ્યો હતો. ગ્રાહક અદાલતે બંને પક્ષોની રજૂઆતો તથા ઉપલબ્ધ પુરાવાઓને ધ્યાનમાં લઈને ચુકાદો આપ્યો હતો કે ગ્રાહકનો વીમા ક્લેમ ચૂકવવાપાત્ર છે.

ગ્રાહક અદાલતે દિપકભાઈ રમણિકભાઈ પટેલને તેમના સારવાર ખર્ચ પેટે રૂ.1,75,458ની રકમ તા.15/03/25થી 9 ટકા વ્યાજ સાથે ચૂકવવાનો હુકમ કર્યો છે. ઉપરાંત રૂ.5,000 ખર્ચ પેટે ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. એક માસની અંદર વીમા કંપની દ્વારા રકમ ચૂકવવામાં નહીં આવે તો નિયમ મુજબ વધુ વ્યાજ ચૂકવવાનું રહેશે.

મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળે જણાવ્યું છે કે કોઈપણ ગ્રાહક સાથે અન્યાય થાય તો પોતાના હિત અને હક્ક માટે કાયદેસરની લડત લડવી જોઈએ. ગ્રાહકોને પોતાના હક્કો અંગે જાગૃત રહેવા અને અન્યાય થાય ત્યારે ગ્રાહક સુરક્ષા મંડળનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments