મહેન્દ્રનગર ચોકડી ખાતે યોજાનારા નવરાત્રી મહોત્સવમાં જયેશ બારોટ, મહર્ષિ પંડ્યા, સંગીતાબા જાડેજા અને આરતી ઠાકોર સહિતના કલાકારો રંગ જમાવશે

મોરબી: અજેય લોરિયા અને ‘સેવા એજ સંપત્તિ’ ફાઉન્ડેશન દ્વારા મોરબીમાં આગામી નવરાત્રી પર્વ નિમિત્તે ‘સનાતન નવરાત્રી 2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 11 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર 2026 દરમિયાન મહેન્દ્રનગર ચોકડી નજીક CNG પંપની બાજુમાં નવરાત્રી મહોત્સવ યોજાશે.

આ નવરાત્રી મહોત્સવમાં જાણીતા ગાયક કલાકારો અને ગરબા કલાકારો દ્વારા ભવ્ય સંગીતમય કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. કાર્યક્રમમાં જયેશ બારોટ, મહર્ષિ પંડ્યા, સંગીતાબા જાડેજા અને આરતી ઠાકોર સહિતના કલાકારો પોતાની આગવી શૈલીમાં ગરબા અને સંગીતની રજૂઆત કરશે.

આયોજકો દ્વારા નવરાત્રીના નવ દિવસ દરમિયાન મોરબીવાસીઓ માટે ધાર્મિક માહોલ સાથે ગરબા અને સંગીતનો આનંદ માણી શકાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ‘સનાતન નવરાત્રી’માં મોટી સંખ્યામાં ખેલૈયાઓ અને ગરબાપ્રેમીઓ જોડાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

કાર્યક્રમ માટે પાસ તથા સ્પોન્સરશિપ અંગેની માહિતી માટે સંદીપભાઈ 99788 89022 અને રાજુભાઈ 78200 07820નો સંપર્ક કરી શકાશે.






















