HomeAllમોરબીમાં ‘સિદ્ધિવિનાયક કા રાજા’ ગણેશ મહોત્સવમાં ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી–જેતપરના 100થી વધુ...

મોરબીમાં ‘સિદ્ધિવિનાયક કા રાજા’ ગણેશ મહોત્સવમાં ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી–જેતપરના 100થી વધુ ખેડૂતોની ઉપસ્થિતિ

મોરબી: ગણેશોત્સવ માત્ર ધાર્મિક આસ્થા પૂરતો સીમિત ન રહેતા સામાજિક એકતા અને સંગઠિતતાનો સંદેશ આપતો ઉત્સવ પણ બન્યો છે. લોકમાન્ય બાલ ગંગાધર તિલકે વર્ષ 1893માં સમાજમાં એકતા અને સંગઠનને પ્રોત્સાહન આપવા જાહેર ગણેશોત્સવની શરૂઆત કરી હતી.

આ જ ભાવનાને આગળ ધપાવતા ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી–જેતપરના 100થી વધુ ખેડૂતો મોરબી ખાતે આયોજિત ‘સિદ્ધિવિનાયક કા રાજા’ ગણેશ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રી અરવિંદ બારૈયા અને ઓમ બારૈયા દ્વારા આયોજિત આ ગણેશ મહોત્સવમાં ખેડૂતોએ ગણપતિ બાપાના દર્શન અને આરતીનો લાભ લીધો હતો.

આ પ્રસંગે ખેડૂતોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિથી ગણેશ મહોત્સવનું વાતાવરણ ભક્તિમય બન્યું હતું. ગણેશોત્સવના માધ્યમથી ધાર્મિક આસ્થા સાથે સામાજિક એકતા, સંગઠન અને પરસ્પર સહકારનો સંદેશ પણ પ્રસર્યો હતો.

ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી–જેતપર દ્વારા આ પ્રસંગે આયોજકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments