HomeAllરાજ્યમાં ગણેશ મહોત્સવ અને નવરાત્રિ દરમિયાન ‘ચમતકારોથી ચેતો’ કાર્યક્રમ યોજાશે

રાજ્યમાં ગણેશ મહોત્સવ અને નવરાત્રિ દરમિયાન ‘ચમતકારોથી ચેતો’ કાર્યક્રમ યોજાશે

૩૪ જિલ્લામાં અંધશ્રદ્ધા નિવારણના લોકજાગૃતિ કાર્યક્રમો યોજાશે, સ્વૈચ્છિક સંસ્થાઓ અને મંડળોને આયોજન માટે નોંધણી કરાવવા અપીલ

અમદાવાદઃ ૭ સપ્ટેમ્બર ૨૦૨૬: ગણેશ મહોત્સવ અને નવરાત્રિ દરમિયાન અંધશ્રદ્ધા નિવારણ અને વૈજ્ઞાનિક અભિગમ અંગે લોકજાગૃતિ લાવવા ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા ‘ચમતકારોથી ચેતો’ કાર્યક્રમ યોજાશે. રાજ્યના ૩૪ જિલ્લાઓ ઉપરાંત તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં કાર્યક્રમો યોજાશે.

ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા વર્ષ ૧૯૯૨થી સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીમાં ૧૦,૦૮૧ જનજાગૃતિ સ્ટેજ કાર્યક્રમો યોજાયા હોવાનું જણાવાયું છે. જાથા દ્વારા ચમત્કારના નામે છેતરપિંડી કરતા ૧,૨૯૦ ધતિંગબાજોનો પર્દાફાશ તથા ૩,૫૦૦ જેટલા ભુવા, ફકીરો, મુજાવરો અને લેભાગુઓ સામે લોકજાગૃતિના પ્રયાસો કરવામાં આવ્યા છે.

ત્રણ કલાકના કાર્યક્રમમાં ભૂત-પ્રેત, ડાકણ, જીન્નાત, મેલીવિદ્યા, વાસ્તુશાસ્ત્ર, ફેંગશૂઈ, ફળકથન સહિતના અંધશ્રદ્ધા આધારિત દાવાઓ અંગે વૈજ્ઞાનિક સમજ આપવામાં આવશે. જાથાની ટીમ દ્વારા કહેવાતા ચમત્કારોના પ્રયોગોનું નિદર્શન કરી તેની પાછળની યુક્તિ પણ સમજાવવામાં આવશે. જાથાએ ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખીને કાર્યક્રમો યોજતા ભગવાન, ઈશ્વર, અલ્લાહ કે ધાર્મિક શાસ્ત્રોનો વિરોધ કર્યો નથી.

જાથાના રાજ્ય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાનું વૈજ્ઞાનિક જ્ઞાનલક્ષી વક્તવ્ય કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહેશે. કાર્યક્રમ યોજવા ઈચ્છુક સંસ્થાઓ અને મંડળોએ વહેલી તકે નોંધણી કરાવવા તેમજ રાજકોટથી આવવા-જવા, રહેવા-જમવા અને જરૂરી સામગ્રીનો ખર્ચ ભોગવવાનો રહેશે.

વધુ માહિતી અને નોંધણી માટે મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ તથા ૯૪૨૬૯ ૮૦૯૫૫ ઉપર સંપર્ક કરવા અથવા bjvjoffice@gmail.com પર ઈ-મેઈલ કરવા જણાવાયું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments