
110થી વધુ દર્દીઓએ લાભ લીધો : બીપી અને ડાયાબિટીસના દર્દીઓ માટે ECG, એક્સ-રે, લેબોરેટરી રિપોર્ટ સહિત દસ દિવસની દવાઓ પણ તદ્દન નિઃશુલ્ક અપાઈ


8 સપ્ટેમ્બર: દ્વારકાના સેવાભાવી ડોક્ટર સાગર કાનાણી દ્વારા પોતાના પુત્ર સમૃદ્ધના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી. વ્રજ હોસ્પિટલ ખાતે બીપી અને ડાયાબિટીસના દર્દીઓ માટે તદ્દન નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પ દરમિયાન બીપી અને ડાયાબિટીસના દર્દીઓની જરૂરી તબીબી તપાસ કરવામાં આવી હતી. જેમાં ECG, એક્સ-રે તેમજ વિવિધ લેબોરેટરી રિપોર્ટ તદ્દન નિઃશુલ્ક કરી આપવામાં આવ્યા હતા. ઉપરાંત દર્દીઓને દસ દિવસની જરૂરી દવાઓ પણ કોઈપણ પ્રકારના ખર્ચ વિના આપવામાં આવી હતી.

સેવાભાવી અભિગમ સાથે યોજાયેલા આ મેગા મેડિકલ કેમ્પનો 110 કરતાં વધુ દર્દીઓએ લાભ લીધો હતો. પુત્રના જન્મદિવસને સમાજસેવા સાથે જોડીને ડોક્ટર સાગર કાનાણી દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને આરોગ્યલક્ષી સેવા પૂરી પાડવામાં આવી હતી. આ સેવાકીય પહેલને દર્દીઓ તથા તેમના પરિવારજનો દ્વારા આવકારવામાં આવી હતી. (અહેવાલ : અજય કાંજીયા)






















