HomeAllમોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા વિકાસ વિદ્યાલયની સરપ્રાઈઝ મુલાકાત

મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા વિકાસ વિદ્યાલયની સરપ્રાઈઝ મુલાકાત

હાજરી પત્રક, સ્ટોક રજીસ્ટર સહિતના રેકોર્ડની ચકાસણી કરી બાલિકાઓ સાથે રૂબરૂ સંવાદ કર્યો

મોરબી: જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિકાસ વિદ્યાલય ખાતે સરપ્રાઈઝ મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરે સંસ્થામાં ઉપલબ્ધ વિવિધ ભૌતિક સુવિધાઓ, બેડિંગ, ક્લોથિંગ, ભોજન સહિતની વ્યવસ્થાઓનું વિગતવાર નિરીક્ષણ કર્યું હતું.

આ ઉપરાંત હાજરી પત્રક, સ્ટોક રજીસ્ટર તથા અન્ય જરૂરી રેકોર્ડની નિભાવણીની ચકાસણી કરવામાં આવી હતી. સૂચનપેટીમાં આવતા પત્રો તથા તેના પર કરવામાં આવતી કાર્યવાહી અંગે પણ માહિતી મેળવી સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા.

બાલિકાઓના આરોગ્યની યોગ્ય ચકાસણી અને સારવાર માટે સંસ્થાની જરૂરિયાત તથા યોગ્યતા અનુસાર મેડિકલ સ્ટાફની વ્યવસ્થા કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ વિકાસ વિદ્યાલય ખાતે જરૂરી સ્ટાફની ભરતી સહિતના મુદ્દાઓ અંગે પણ સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટરે સંસ્થાના બિલ્ડિંગમાં ચાલી રહેલા વિવિધ કામોની પણ સ્થળ પર જઈને ચકાસણી કરી હતી અને કામગીરી અંગે જરૂરી સૂચનાઓ આપી હતી.

મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરે બાલિકાઓ સાથે રૂબરૂ સંવાદ કરી તેમને મળતી સુવિધાઓ, અભ્યાસ, દૈનિક વ્યવસ્થા તથા અન્ય બાબતો અંગે જાણકારી મેળવી હતી. બાલિકાઓના સુરક્ષિત, સ્વસ્થ અને સુવ્યવસ્થિત વિકાસ માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા જિલ્લા વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments