HomeAllમોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ખેડૂત પેનલનો ભવ્ય વિજય

મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ખેડૂત પેનલનો ભવ્ય વિજય

ઢોલ-નગારાના તાલે વિજયોત્સવની ધામધૂમથી ઉજવણી

૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૬: મોરબી માર્કેટ યાર્ડની યોજાયેલી ચૂંટણીમાં ખેડૂત પેનલના 7 ઉમેદવારોએ ભવ્ય વિજય મેળવતા પેનલના સમર્થકો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ વિજયી ઉમેદવારોને અભિનંદન પાઠવવા માટે સમર્થકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા.

ખેડૂત પેનલના ૮ ઉમેદવારોની જીતને લઈને ઢોલ-નગારાના તાલે વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યકરો અને સમર્થકોએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી જીતનો આનંદ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો.

ખેડૂત પેનલના ઉમેદવારોના ભવ્ય વિજયને ખેડૂતોના હિતો અને યાર્ડના સર્વાંગી વિકાસ માટેના જનસમર્થન તરીકે જોવામાં આવી રહ્યો છે. આગામી સમયમાં માર્કેટ યાર્ડના વિકાસ, ખેડૂતોને વધુ સારી સુવિધાઓ તથા તેમના હિતોના પ્રશ્નોને પ્રાથમિકતા આપવાની દિશામાં કામગીરી કરવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments