HomeAllદ્વારકામાં ૨૦ સપ્ટેમ્બરે રેર વેલનેસ સ્ટુડિયો દ્વારા નિઃશુલ્ક વિશેષજ્ઞ તબીબી સલાહ કેમ્પનું...

દ્વારકામાં ૨૦ સપ્ટેમ્બરે રેર વેલનેસ સ્ટુડિયો દ્વારા નિઃશુલ્ક વિશેષજ્ઞ તબીબી સલાહ કેમ્પનું આયોજન

દ્વારકા તા. ૧૦ : રેર વેલનેસ સ્ટુડિયો દ્વારા દ્વારકામાં પ્રથમવાર નિઃશુલ્ક વિશેષજ્ઞ તબીબી સલાહ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાત તબીબો દ્વારા નાગરિકોને નિઃશુલ્ક તબીબી સલાહ અને માર્ગદર્શન આપવામાં આવશે. કેમ્પનું આયોજન VRAJ Hospital તથા ભારતીય જનતા પાર્ટી પરિવાર, દેવભૂમિ દ્વારકાના સહયોગથી કરવામાં આવ્યું છે.

દ્વારકામાં યોજાનારા આ વિશેષ કેમ્પમાં ત્વચા નિષ્ણાત, બ્રેસ્ટ ઓન્કો સર્જન, જનરલ સર્જન તથા ફિઝિયોથેરાપિસ્ટ સહિતના નિષ્ણાતો ઉપસ્થિત રહી દર્દીઓની સમસ્યાઓ અંગે નિદાન અને જરૂરી માર્ગદર્શન આપશે. ત્વચા સંબંધિત વિવિધ સમસ્યાઓ, સ્તન તથા સ્તન સંબંધિત તપાસ અને સર્જરી અંગે સલાહ, પેટ તથા અન્ય સામાન્ય સર્જિકલ સમસ્યાઓ તેમજ કમર, ગરદન, ખભા અને ઘૂંટણના દુખાવા સહિતની ફિઝિયોથેરાપી સંબંધિત સમસ્યાઓ માટે નિષ્ણાત માર્ગદર્શન મળી રહેશે.

કેમ્પમાં નિઃશુલ્ક નિષ્ણાત ડોક્ટરની સલાહ ઉપરાંત ઉપલબ્ધતા મુજબ જરૂરી દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવશે. ફિઝિયોથેરાપી માટે વ્યક્તિગત વ્યાયામ માર્ગદર્શન તેમજ શક્ય અને યોગ્ય હોય ત્યાં નિઃશુલ્ક સારવારની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ નિઃશુલ્ક વિશેષજ્ઞ તબીબી સલાહ કેમ્પ તા. ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬, રવિવારના રોજ સવારે ૧૦:૩૦થી બપોરે ૩:૩૦ વાગ્યા સુધી દ્વારકાની સનાતન ધર્મશાળા ખાતે યોજાશે.

આ કેમ્પનો મુખ્ય હેતુ નાગરિકોને એક જ સ્થળે વિવિધ ક્ષેત્રના નિષ્ણાત તબીબોની સલાહ સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે. આરોગ્ય સંબંધિત કોઈપણ સમસ્યા ધરાવતા નાગરિકોને આ નિઃશુલ્ક કેમ્પનો લાભ લેવા અને યોગ્ય નિષ્ણાતની સલાહ મેળવવા માટે ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે. (અહેવાલ : અજય કાંજીયા)

RELATED ARTICLES

Most Popular

Recent Comments