
મોરબી, તા. 12 સપ્ટેમ્બર: મોરબીના રવાપર-ઘુનડા રોડ વિસ્તારમાં આવેલ રામેશ્વર ગ્રાઉન્ડ, નવજીવન સ્કૂલની બાજુમાં પટેલ ગ્રુપ આયોજિત ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગણેશ મહોત્સવ અંતર્ગત ભક્તોને ભગવાન ગણેશજીના દર્શનનો લાભ મળશે.

આ ગણેશ મહોત્સવ તા. 14 સપ્ટેમ્બરથી તા. 24 સપ્ટેમ્બર, 2026 દરમિયાન યોજાશે. દર્શનનો સમય સાંજે 7:00થી રાત્રિના 11:00 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે.

આ સમગ્ર ગણેશ મહોત્સવને લઈને આયોજકો દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગણેશોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી ગણપતિ બાપાના દર્શનનો લાભ લેવા પધારવા આયોજકો દ્વારા ભાવિકજનોને હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.























