
સોશિયલ: મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામે યુઝર્સ માટે એક ઉપયોગી અને નવું ફીચર રોલઆઉટ કર્યું છે. આ નવા અપડેટ હેઠળ યુઝર્સ હવે અન્ય લોકો દ્વારા ટેગ કરવામાં આવેલી પોસ્ટ્સને સીધી પોતાની મુખ્ય પ્રોફાઇલ ગ્રીડ પર દર્શાવી શકશે. સામાન્ય રીતે કોઈ ઇવેન્ટ કે ફંક્શનમાં ગ્રુપ ફોટો અન્ય કોઈ વ્યક્તિએ પોસ્ટ કરીને તમને ટેગ કર્યા હોય, ત્યારે તે જ ફોટો ફરીથી જાતે પોસ્ટ કરવો કે રીપોસ્ટ કરવો અણઘડ લાગતો હતો. ઇન્સ્ટાગ્રામનું આ નવું ફીચર આ સમસ્યાનું સરળ સમાધાન પૂરું પાડે છે. ટેગ કરેલી પોસ્ટને પોતાની પ્રોફાઇલ ગ્રીડમાં કેવી રીતે ઉમેરવી?

આ નવું ફીચર વાપરવા માટે યુઝર્સને બહુવિધ વિકલ્પો આપવામાં આવ્યા છે: વિવિધ જગ્યાએથી એક્સેસ: યુઝરને જ્યારે કોઈ ટેગ કરશે ત્યારે ડાયરેક્ટ મેસેજ નોટિફિકેશનમાંથી, પોસ્ટ પરથી સીધા અથવા પ્રોફાઇલના ‘Tagged’ ટેબમાંથી આ ઓપ્શન સિલેક્ટ કરીને પોસ્ટને મેઇન ગ્રીડમાં ઉમેરી શકાશે. મૂળ પોસ્ટ સુરક્ષિત રહેશે: ટેગ થયેલી પોસ્ટને પોતાની ગ્રીડ પર લાવવાથી ઓરિજિનલ પોસ્ટમાં કોઈ ફેરફાર થતો નથી કે તેનું ડુપ્લિકેટ બનતું નથી. સરળતાથી રિમૂવ કરવાની સુવિધા: જો પાછળથી યુઝર તે પોસ્ટને પોતાની મુખ્ય ગ્રીડ પરથી હટાવવા માંગે, તો ‘Tagged’ ટેબમાંથી ડિલીટ કર્યા વગર ગમે ત્યારે સહેલાઈથી પ્રોફાઇલ ગ્રીડમાંથી રિમૂવ કરી શકે છે.

ક્રિએટર્સ અને બ્રાન્ડ કેમ્પેઇન માટે અત્યંત ફાયદાકારક : ઇન્સ્ટાગ્રામના મતે આ ટૂલ કન્ટેન્ટ ક્રિએટર્સ અને બ્રાન્ડ્સ વચ્ચેના કોલાબોરેશન માટે ખૂબ મદદરૂપ બનશે. ક્રિએટર્સે હવે ટેગ કરેલા કન્ટેન્ટને દર્શાવવા માટે રીપોસ્ટ કરવાની કે “Invite collaborators” ફીચર પર સંપૂર્ણ નિર્ભર રહેવાની જરૂર નહીં પડે. એક કરતાં વધુ ક્રિએટર્સ સાથે ચાલતા બ્રાન્ડ કેમ્પેઇનમાં તમામ ઇન્ફ્લુએન્સર્સ એક જ કોમન પોસ્ટને પોતાની પ્રોફાઇલ ગ્રીડ પર સરળતાથી હાઇલાઇટ કરી શકશે. પ્રોફાઇલ કંટ્રોલ માટે અગાઉ આવેલા અન્ય ફીચર્સ

ઇન્સ્ટાગ્રામ યુઝર્સને પોતાની પ્રોફાઇલ લુક પર વધુ કંટ્રોલ આપવા સતત નવા ટૂલ્સ લાવી રહ્યું છે: રીઓર્ડર યોર ગ્રીડ: જૂન મહિનામાં પ્લેટફોર્મે પ્રોફાઇલ ગ્રીડ પર રહેલી પોસ્ટ્સના ક્રમને પોતાની મરજી મુજબ આગળ-પાછળ ગોઠવવાની સુવિધા આપી હતી.ફર્સ્ટ ડ્રાફ્ટ: વીડિયો એડિટિંગને સરળ બનાવવા માટે રજૂ કરાયેલું આ ટૂલ સિલેક્ટ કરેલી વીડિયો ક્લિપ્સને ઓટો-ટ્રિમ કરે છે અને બિનજરૂરી પોઝ દૂર કરી આપે છે.






















