HomeAllમોરબીના પરિવારને KBCના સેટ પર ઓડિયન્સ બનવાનો અવસર, અમિતાભ બચ્ચન સાથેની મુલાકાત...

મોરબીના પરિવારને KBCના સેટ પર ઓડિયન્સ બનવાનો અવસર, અમિતાભ બચ્ચન સાથેની મુલાકાત બની યાદગાર

મોરબી: લોકપ્રિય ટેલિવિઝન ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ (KBC)ના સેટ પર મોરબીના વિપુલભાઈ લોખીલ અને તેમના પરિવારને ઓડિયન્સ તરીકે ઉપસ્થિત રહેવાનો અનોખો અવસર પ્રાપ્ત થયો હતો. KBCની ઓડિયન્સ માટે પસંદગી થયા બાદ વિપુલભાઈ લોખીલ પરિવાર સાથે મુંબઈ ખાતે KBCના સેટ પર પહોંચ્યા હતા.

KBCના સેટ પર પરિવારને બોલીવુડના મહાનાયક અને કાર્યક્રમના હોસ્ટ અમિતાભ બચ્ચન સાથે રૂબરૂ મુલાકાત કરવાનો વિશેષ અવસર મળ્યો હતો. અમિતાભ બચ્ચનને નજીકથી મળવાની સાથે સેટ પર શૂટિંગનો અનુભવ પરિવાર માટે અત્યંત આનંદદાયક અને યાદગાર રહ્યો હતો.

વિપુલભાઈ લોખીલ સાથે તેમના પુત્ર જયરાજ લોખીલ, પુત્રી પ્રિયા લોખીલ અને પત્ની સોનલબેન લોખીલ પણ KBCના સેટ પર ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર પરિવાર માટે દેશના લોકપ્રિય ક્વિઝ શોના સેટ પર હાજરી આપવી અને અમિતાભ બચ્ચન સાથે યાદગાર પળો માણવી એ ગૌરવપૂર્ણ અનુભવ બની રહ્યો હતો.

આ સમગ્ર એપિસોડનું પ્રસારણ ગત 27 ઓગસ્ટના રોજ Sony Entertainment Television પર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે KBC ટીમ દ્વારા પરિવારની સેટ પરની મુલાકાત અને શૂટિંગ સાથે જોડાયેલી યાદગાર તસવીરો તેમની રજીસ્ટ્રેશન લિંક પર રિલીઝ કરવામાં આવી છે.

KBCના સેટ પર વિતાવેલી આ યાદગાર ક્ષણો અને અમિતાભ બચ્ચન સાથેની રૂબરૂ મુલાકાતની તસવીરો પરિવાર માટે લાંબા સમય સુધી સંભારણારૂપ બની રહેશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments