HomeAllમોરબીમાં ડ્રગ્સના દુષણ સામે પોલીસની ખાસ કાર્યવાહી

મોરબીમાં ડ્રગ્સના દુષણ સામે પોલીસની ખાસ કાર્યવાહી

એન્ટી નાર્કોટિક્સ વિંગની રચના, પીઆઈ-પીએસઆઈ સહિત ૮ પોલીસકર્મીઓને સોંપાઈ વિશેષ જવાબદારી

મોરબી: રાજ્યમાં ડ્રગ્સ સહિતના નશાકારક પદાર્થોના દુષણને અટકાવવા સરકાર દ્વારા દરેક જિલ્લા અને શહેરમાં એન્ટી નાર્કોટિક્સ વિંગની રચના કરવામાં આવી છે. આ અંતર્ગત મોરબી જિલ્લામાં પણ જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલના આદેશથી સ્પેશિયલ એન્ટી નાર્કોટિક્સ વિંગ યુનિટ કાર્યરત કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લાને નશામુક્ત બનાવવાના સંકલ્પ સાથે રચાયેલી આ વિશેષ વિંગ દ્વારા જિલ્લામાં નશાકારક પદાર્થોની હેરાફેરી, વેચાણ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે અસરકારક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ ડ્રગ્સના નેટવર્કને શોધી કાઢવા માટે બાતમીદારોનું સચોટ નેટવર્ક ઊભું કરવા પર પણ ખાસ ભાર મૂકવામાં આવશે.

એન્ટી નાર્કોટિક્સ વિંગની કામગીરી માટે વિવિધ પોલીસ મથકો અને શાખાઓમાંથી કુલ ૮ અધિકારી-કર્મચારીઓને મોરબી ખાતે એટેચ કરીને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. આ ટીમ જિલ્લામાં નશાકારક પદાર્થો અંગેની માહિતી એકત્રિત કરી તેના આધારે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે.

નવી રચાયેલી સ્પેશિયલ એન્ટી નાર્કોટિક્સ વિંગમાં પો.ઈન્સ. તરીકે ડી.વી. ખરાડી તથા પીએસઆઈ તરીકે એચ.એન. ગઢવીની નિમણૂક કરવામાં આવી છે. તેમની સાથે અનાર્મ હેડ કોન્સ્ટેબલ સંજય ભીમાભાઈ મૈયડ, જનકસિંહ બટુકભા પરમાર તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ ભરત ગોરધનભાઈ ગોઢડીયા, સાગરકુમાર દેવાયતભાઈ મંઢ, ચિરાગસિંહ જસવંતસિંહ ગોહિલ અને ભગીરથસિંહ સુખદેવસિંહ ઝાલાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મોરબી જિલ્લામાં ડ્રગ્સ સહિતના નશાકારક પદાર્થોના ગેરકાયદેસર કારોબાર પર અંકુશ લાવવા તથા નશાના દુષણ સામે અસરકારક પોલીસ કાર્યવાહી સુનિશ્ચિત કરવા આ વિશેષ વિંગ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments