HomeAll4 કલાકમાં 172 તાલુકામાં મેઘરાજાની ધડબડાટી, સૌથી વધુ અરવલ્લી-અમદાવાદમાં ખાબક્યો વરસાદ

4 કલાકમાં 172 તાલુકામાં મેઘરાજાની ધડબડાટી, સૌથી વધુ અરવલ્લી-અમદાવાદમાં ખાબક્યો વરસાદ

ગુજરાતમાં: ચોમાસાનો માહોલ ફરી એકવાર જામ્યો છે અને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ આજ સવારે 6 થી 10 વાગ્યા સુધીના માત્ર 4 કલાકના સમયગાળામાં રાજ્યના કુલ 172 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. સવારના આ ચાર કલાક દરમિયાન ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. આ ચાર કલાકના સત્ર દરમિયાન સૌથી વધુ વરસાદ અરવલ્લી જિલ્લાના મેઘરાજ તાલુકામાં નોંધાયો છે, જ્યાં કુલ 73 મિમી (2.78 ઇંચ) જેટલો ભારે વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત, અમદાવાદ શહેરમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં સરેરાશ 61 મિમી (2.76 ઇંચ) વરસાદ નોંધાયો છે.

જ્યારે સાબરકાંઠાના તલોદ તાલુકામાં 57 મિમી (2.24 ઇંચ) અને અરવલ્લીના મોડસામાં પણ 57 મિમી (2.24 ઇંચ) વરસાદ પડ્યો છે. મહેસાણાના ખેરાલુ અને મહીસાગરના ખાનપુર તેમજ કડાણામાં પણ 2 ઇંચ જેટલો એટલે કે 51 મિમી વરસાદ નોંધાયો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સવારથી જ કાળા ડિબાંગ વાદળો વચ્ચે હળવાથી ભારે વરસાદી ઝાપટાં ચાલુ રહ્યા છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments