HomeAllવિકાસ વિદ્યાલય ખાતે સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં દિવ્યાંગજનોને સાધન સહાય વિતરણ કાર્યક્રમ...

વિકાસ વિદ્યાલય ખાતે સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં દિવ્યાંગજનોને સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો

મોરબી: 2 ઓક્ટોબર, 2026: મોરબીના શોભેશ્વર રોડ પર આવેલ વિકાસ વિદ્યાલય ખાતે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા મહાત્મા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ નિમિત્તે દિવ્યાંગજનોને સાધન સહાય અર્પણ કરવાનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન દિવ્યાંગજનોને વ્હીલચેર, કેલીપર્સ અને હિયરિંગ મશીન સહિત કુલ 139 જેટલા સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ કેસરિદેવસિંહ ઝાલા, ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તથા જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ દિવ્યાંગજનોને સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ કલ્યાણકારી યોજનાઓ તેમજ આયુષ્માન કાર્ડ અંગે માર્ગદર્શન અને માહિતી આપી હતી.

પ્રાસંગિક ઉદબોધનમાં સાંસદ કેસરિદેવસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે દિવ્યાંગજનો પોતાની શક્તિ, પ્રતિભા અને સામર્થ્યના બળે જીવનમાં આગળ વધી શકે છે અને દેશનું નામ રોશન કરી શકે છે. સમાજના દિવ્યાંગ નાગરિકોને સશક્ત બનાવવા સરકાર દ્વારા વિવિધ સહાય અને કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે.

કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી યશપાલસિંહ જાડેજા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિપુલભાઈ શેરસિયા સહિત જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ જરૂરી જહેમત ઉઠાવી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments