HomeAllજ્ઞાનોત્સવ 2026માં મહારાણી સાહેબા યોગિની કુમારીની ઉપસ્થિતિઃ વિદ્યાર્થીઓની પ્રતિભા અને સર્જનાત્મકતાને મળ્યું...

જ્ઞાનોત્સવ 2026માં મહારાણી સાહેબા યોગિની કુમારીની ઉપસ્થિતિઃ વિદ્યાર્થીઓની પ્રતિભા અને સર્જનાત્મકતાને મળ્યું પ્રોત્સાહન

કેસરીસિંહ વાંકાનેર દ્વારા નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ ખાતે યોજાયેલા ‘જ્ઞાનોત્સવ 2026’ Grand School Exhibitionમાં મુખ્ય અતિથિ તરીકે મહારાણી સાહેબા યોગિની કુમારી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સર્જનાત્મક પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરી તેમની પ્રતિભાને બિરદાવવામાં આવી હતી.

વિદ્યાર્થીઓની પ્રતિભા, સર્જનાત્મકતા અને જ્ઞાન પ્રત્યેના ઉત્સાહને નિહાળી મહારાણી સાહેબા યોગિની કુમારીએ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આવા શૈક્ષણિક આયોજનોથી વિદ્યાર્થીઓમાં નવી વિચારસરણી, આત્મવિશ્વાસ, પ્રયોગશીલતા અને જ્ઞાન સાથે વ્યવહારુ અભિગમ વિકસાવવામાં મહત્વપૂર્ણ મદદ મળે છે.

‘જ્ઞાનોત્સવ 2026’ દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ વિષયો આધારિત પ્રોજેક્ટ્સ અને કૃતિઓ રજૂ કરી પોતાની કલ્પનાશક્તિ તથા સંશોધનાત્મક અભિગમનું પ્રદર્શન કર્યું હતું. સમગ્ર પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ પ્રસંગે નિર્મલા કોન્વેન્ટ સ્કૂલના સમગ્ર પરિવારને સુંદર આયોજન બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તેમજ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments