HomeAllટંકારાના માછલિયા તળાવમાં મહાકાય મગર દેખાતા દોડધામ

ટંકારાના માછલિયા તળાવમાં મહાકાય મગર દેખાતા દોડધામ

મોરબી: : ટંકારામાં કલ્યાણપર રોડ ઉપર આવેલ માછલિયા તળાવ વિસ્તારમાં અચાનક મહાકાય મગર દેખાતાં સ્થાનિક સ્તરે ભારે દોડધામ મચી ગઈ છે. તળાવમાં મગર જોવા મળતાં આસપાસના વિસ્તારમાં કામ કરતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આ અંગેની જાણ થતાં ટંકારા નગરપાલિકા પ્રમુખ પંકજભાઈ સહિતની ટીમ સ્થળ પર જઈ મગર દેખાયો તે જગ્યાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. અને તાત્કાલિક ટંકારા રેન્જ ફોરેસ્ટ ઓફ્સિરને જાણ કરવામાં આવી હતી. આ અંગે વન વિભાગ દ્વારા મગરનું રેસ્ક્યુ કરવા સહિતની આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments