HomeAllમોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા જમીન રેવન્યુ શાખાની કામગીરીની સમીક્ષા, કાર્યક્ષમતા...

મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા જમીન રેવન્યુ શાખાની કામગીરીની સમીક્ષા, કાર્યક્ષમતા વધારવા જરૂરી માર્ગદર્શન અપાયું

મોરબી, તા. ૧૩/૧૦/૨૦૨૬: મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીની જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ શાખા હેઠળ થતી વિવિધ વહીવટી કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમણે શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે કામગીરી અંગે ચર્ચા કરી વિવિધ પ્રક્રિયાઓની વિગતો મેળવી હતી.

મુલાકાત દરમિયાન જમીન મહેસૂલ સંબંધિત કામગીરીની સમીક્ષા કરી વહીવટી પ્રક્રિયાઓ વધુ સુવ્યવસ્થિત, પારદર્શક અને અસરકારક બને તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ શાખાની કામગીરીમાં કાર્યક્ષમતા જળવાઈ રહે તે દિશામાં સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments