
રાજકોટ, 17 ઓક્ટોબર: રાજકોટના જીવનનગર ખાતે 45 વર્ષથી પરંપરાગત રીતે યોજાતી પ્રાચીન ગરબીમાં ભાજપના પદાધિકારીઓ અને રાજકીય-સામાજિક આગેવાનોએ ઉપસ્થિત રહી માતાજીના દર્શન, પૂજન-અર્ચન અને દીપ પ્રાગટ્ય કર્યું હતું. જીવનનગર વિકાસ સમિતિ, નવરાત્રિ મહોત્સવ સમિતિ, વોર્ડ નં. 10 જાગૃત નાગરિક મંડળ, મહાદેવ ધામ સમિતિ અને મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ મહોત્સવમાં બાળાઓના રાસ-ગરબા અને કલા-કૌશલ્યને બિરદાવી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

પ્રાચીન ગરબીમાં પ્રદેશ ભાજપ મહિલા મોરચાનાં અંજલિબેન રૂપાણી, ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ, રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ દંડક મનિષભાઈ રાડિયા, ઋષભભાઈ રૂપાણી, શહેર ભાજપના મેહુલભાઈ નથવાણી, શ્યામભાઈ ડાભી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નગરસેવકો જયોત્સનાબેન ટીલાળા, નીતાબેન લાલ, અશ્વિનભાઈ ભોરણીયા, ઘનશ્યામભાઈ હેરભા તેમજ વોર્ડ નં. 10ના પ્રભારી ધ્યેય દોશી, વોર્ડ પ્રમુખ જયેશભાઈ ચોવટીયા, મહામંત્રી મનિષભાઈ દેડકિયા સહિતના આગેવાનોએ પણ ગરબીમાં હાજરી આપી હતી. આ પ્રસંગે બાળાઓને લ્હાણીનું વિતરણ કરી તેમની કલાત્મક રજૂઆતોને પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

પ્રદેશ ભાજપ મહિલા મોરચાનાં અંજલિબેન રૂપાણીએ જણાવ્યું હતું કે તેમનો પરિવાર છેલ્લા 40 વર્ષથી જીવનનગરની પ્રાચીન ગરબીમાં હાજરી આપે છે. જયંત પંડયાના નેતૃત્વમાં સમિતિ દ્વારા કરવામાં આવતી કામગીરીનો લાભ સ્થાનિક રહીશોને મળી રહ્યો છે. પરિવાર સાથે આ પ્રાચીન ગરબી નિહાળવી અને બાળાઓને લ્હાણી આપવી તેમના માટે આનંદની વાત છે.


ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહે જીવનનગર વિકાસ સમિતિની કામગીરીની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે સમિતિ દ્વારા સમયબદ્ધ આયોજન અને સતત સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોવાથી સૌને આ ગરબીમાં જોડાવાની પ્રેરણા મળે છે. તેમણે મહિલા મંડળની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ દંડક મનિષભાઈ રાડિયાએ જણાવ્યું હતું કે તેઓ વર્ષોથી સમિતિની કામગીરીના સાક્ષી રહ્યા છે. રહીશોના હિતમાં સતત કાર્યરત રહેવું અને સકારાત્મક પ્રવૃત્તિઓ દ્વારા સમાજને જોડવો એ સમિતિની વિશેષતા છે. તેમણે જયંત પંડયાની કાર્યપદ્ધતિની પણ પ્રશંસા કરી હતી.

જયંત પંડયાએ જણાવ્યું હતું કે ગરબીના માધ્યમથી બાળાઓની પ્રતિભાને પ્રોત્સાહન આપવા સાથે ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર અને પરંપરાનું જતન કરવામાં આવે છે. 45 વર્ષથી પ્રાચીન ગરબીની પરંપરા જાળવી રાખવી એ સમગ્ર વિસ્તાર માટે ગૌરવની બાબત છે.

આ પ્રસંગે શ્યામભાઈ કટ્ટા, અશોકભાઈ જેઠવા, ભાવેશભાઈ બુંદેલા, વિનોદરાય ભટ્ટ, અશ્વિનભાઈ વિઠ્ઠલાણી, મુકેશભાઈ ખંધેડિયા, પાર્થ ગોહેલ, અનિરૂદ્ધભાઈ મિયાત્રા, દર્શિત જોષી, કમલેશભાઈ લાલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

મહિલા મંડળનાં સુનિતાબેન વ્યાસ, શોભનાબેન ભાણવડિયા, આશાબેન મજેઠિયા, હર્ષાબેન પંડયા, યોગિતાબેન જોબનપુત્રા, ભારતીબેન ગંગદેવ, નેહાબેન મહેતા, કીર્તિબેન કગથરા, ભક્તિબેન ખખ્ખર, ગીતાબેન મહેતા, જયોતિબેન પુજારા, વર્ષાબેન ભટ્ટ, હિમાબેન ભટ્ટ અને ક્રિશ્નાબા ચૌહાણ સહિતના સભ્યો તેમજ બાળાઓના વાલીઓએ કાર્યક્રમમાં સહભાગી બની ઉત્સાહ વધાર્યો હતો. સમિતિના મુકેશભાઈ પોપટ, વિનુભાઈ ભટ્ટ, હસુભાઈ મોડેસરા, પાર્થ ગોહેલ અને જયેશ લશ્કરી સહિતના કાર્યકરોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.



















