
મોરબી, તા. ૧૮ ઓક્ટોબર, ૨૦૨૬: મોરબી-રાજકોટ હાઇવે પર અનુપમ હોલની પાછળ, લજાઈ ખાતે આવેલી શ્રી જ્ઞાનજ્યોત વિદ્યાલયના ધોરણ LKGના વિદ્યાર્થી મારુ ચુવરાજ પ્રદીપભાઈએ દાંડિયા રાસ સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. આ સિદ્ધિ બદલ શાળા પરિવાર દ્વારા હર્ષ અને ગૌરવની લાગણી વ્યક્ત કરવામાં આવી છે.

વિદ્યાર્થીની સફળતાને બિરદાવતાં શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ સિદ્ધિ વિદ્યાર્થીની મહેનત, લગન અને પ્રતિભાનું પ્રતિબિંબ છે. શાળાએ વિદ્યાર્થીને ભવિષ્યમાં પણ શિક્ષણ સહિત જીવનના દરેક ક્ષેત્રમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી સફળતાનાં શિખરો સર કરવાની શુભકામનાઓ પાઠવી છે. વિદ્યાર્થીની આ સફળતા અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે.


























