મોરબી માનવસેવા એ જ સાચી સેવાના સંકલ્પ સાથે મુસ્કાન વેલફેર સોસાયટી-મોરબી દ્વારા એક જરૂરિયાતમંદ પરિવારને કોમોડ વ્હીલચેર અર્પણ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. પરિવારના એક સભ્ય સુરક્ષા ગાર્ડ તરીકે નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના માતા પથારીવશ હોવાથી તેમની દૈનિક સંભાળ રાખવામાં પરિવારને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. મર્યાદિત આર્થિક પરિસ્થિતિ વચ્ચે માતાની જરૂરિયાતો પૂરી કરવી પરિવાર માટે પડકારરૂપ બની હતી. માતાની સેવા અને સંભાળ એ દરેક સંતાનની લાગણી સાથે જોડાયેલી બાબત છે.

પરંતુ જ્યારે આર્થિક સંજોગો મુશ્કેલ હોય અને ઘરમાં કોઈ સ્વજન લાંબા સમયથી પથારીવશ હોય, ત્યારે પરિવારની મુશ્કેલીઓ વધુ વધી જાય છે. આ પરિસ્થિતિને સમજીને મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા પરિવારને કોમોડ વ્હીલચેર અર્પણ કરવામાં આવી હતી. જેથી તેમના માતાને દૈનિક જીવનમાં વધુ સુવિધા મળી રહે અને પરિવારની મુશ્કેલીઓ થોડી હળવી થઈ શકે.



























