HomeAllમોરબીના રવાપર રોડ પર અસામાજિક તત્વોનો આતંક, અનુપમ સોસાયટીમાં પાર્ક કરેલી બ્રેઝા...

મોરબીના રવાપર રોડ પર અસામાજિક તત્વોનો આતંક, અનુપમ સોસાયટીમાં પાર્ક કરેલી બ્રેઝા કારને આગ ચાંપી

મોડી રાત્રે બનેલી ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ

મોરબી: શહેરના રવાપર રોડ પર આવેલી અનુપમ સોસાયટીમાં મોડી રાત્રે પાર્ક કરેલી એક બ્રેઝા કારને અજાણ્યા શખ્સોએ આગ ચાંપી દેતાં ચકચાર મચી ગઈ છે. મોરબીના પોશ વિસ્તાર ગણાતા રવાપર રોડ પર બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, અનુપમ સોસાયટીમાં પાર્ક કરેલી બ્રેઝા કારને અજાણ્યા શખ્સોએ નિશાન બનાવી હતી. રાત્રિના સમયે કારમાં આગ લગાવી શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના સોસાયટીમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાના CCTV ફૂટેજ હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વાયરલ ફૂટેજમાં અજાણ્યા શખ્સો કારને આગ લગાવીને ત્યાંથી જતા હોવાના દૃશ્યો જોવા મળી રહ્યા છે. જોકે, આ ઘટનામાં સંડોવાયેલા શખ્સોની ઓળખ અને બનાવ પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.

શહેરના રહેણાક વિસ્તારોમાં આવી ઘટનાઓને પગલે નાગરિકોની સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે. આ મામલે જવાબદાર શખ્સોની ઓળખ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું.

RELATED ARTICLES

Most Popular

Recent Comments