HomeAllમોરબીમાં જિલ્લા કક્ષાના કિસાન દિવસ અને એકતા દિનની ઉજવણીના આયોજન અંગે સમીક્ષા...

મોરબીમાં જિલ્લા કક્ષાના કિસાન દિવસ અને એકતા દિનની ઉજવણીના આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઈ

પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને અને શ્રમ-રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાની વિશેષ ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ

૨૮ ઓક્ટોબર, ૨૦૨૬: મોરબી જિલ્લામાં આગામી તા. ૩૦ ઓક્ટોબરના રોજ કિસાન દિવસ અને તા. ૩૧ ઓક્ટોબરના રોજ એકતા દિનની ઉજવણી કરવામાં આવનાર છે. આ બંને કાર્યક્રમોના સુચારુ આયોજન અને જરૂરી વ્યવસ્થાઓની સમીક્ષા કરવાના હેતુથી મોરબી કલેક્ટર કચેરી ખાતે પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને તથા શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાની વિશેષ ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી.

રાજ્યવ્યાપી ઉજવણીના આયોજન સંદર્ભે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં મોરબીથી બંને મંત્રી સહિતના મહાનુભાવો જોડાયા હતા. બેઠક અને વીડિયો કોન્ફરન્સ દરમિયાન જિલ્લા કક્ષાના કાર્યક્રમોનું આયોજન સુવ્યવસ્થિત રીતે થાય તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યાં હતાં.

બેઠકમાં કાર્યક્રમોની વ્યવસ્થા, સંબંધિત વિભાગો વચ્ચે સંકલન અને ઉજવણીને સફળ બનાવવા અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાએ બંને દિવસના કાર્યક્રમો સુચારુ રીતે યોજાય તે માટે જરૂરી તૈયારીઓ હાથ ધરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મેયર ઉત્તમભાઈ સુરાણી, કલેક્ટર સ્વપ્નિલ ખરે, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, મ્યુનિસિપલ કમિશનર સંગીતા રૈયાણી, પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષક ડૉ. સુનિલકુમાર બેરવાલ, અગ્રણી જયંતીભાઈ રાજકોટિયા, સંબંધિત વિભાગોના અધિકારીઓ તેમજ સંગઠનના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments