HomeAllમોરબીમાં ધોળા દિવસે એકટીવામાં જતી મહિલાના ગળામાંથી ચેનની ચીલ ઝડપ

મોરબીમાં ધોળા દિવસે એકટીવામાં જતી મહિલાના ગળામાંથી ચેનની ચીલ ઝડપ

મોરબી: મોરબીમાં દરબારગઢ પાસેથી ધોળા દિવસે એકટીવા ઉપર મહિલા તેના પતિ સાથે જઈ રહી હતી ત્યારે ડબલ સવારી બાઇકમાં આવેલા બે શખ્સો પૈકી એક શખ્સે મહિલાને ગળામાં પહેરેલ સોનાના એક તોલાના ચેનની ચીલ ઝડપ કરી હતી અને સોનાનો ચેન લઈને આરોપીઓ નાસી ગયા હતા.દરબારગઢ પાસે આવેલ મોટી માધાણી શેરી જૈન દેરાસર પાસે રહેતા પૂજાબેન વિરલભાઈ મહેતા (39)એ અજાણ્યા બાઈક ઉપર આવેલા બે શખ્સો સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓ દરબારગઢ પાસે આવેલ જૈન દેરાસર નજીકથી તેઓના પતિ સાથે એકટીવા ઉપર જઈ રહ્યા હતા .

દરમિયાન બાઈક ઉપર આવેલા અજાણ્યા 25 થી 30 વર્ષના બે શખ્સો પૈકી એક શખ્સે ફરિયાદીના ગળામાં પહેરેલ ચેનની ચીલ ઝડપ કરી હતી અને સોનાની ચેન લઈને આરોપીઓ નાસી ગયા હતા જેથી 1.30 લાખ રૂપિયાની કિંમતના સોનાના ચેનની ચીલ ઝડપ થઈ હોવાની મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments