HomeAllદિવાળીના નામે ₹8,000ના રોકડ લાભની લાલચ આપતા ફેક મેસેજથી સાવધાન રહેવા અપીલ:...

દિવાળીના નામે ₹8,000ના રોકડ લાભની લાલચ આપતા ફેક મેસેજથી સાવધાન રહેવા અપીલ: અજાણી લિંક પર ક્લિક ન કરો, સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર જાણ કરો

મોરબી: દિવાળી પર્વ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે તમામ ભારતીય નાગરિકોને ₹8,000નો રોકડ લાભ આપવાની લાલચ આપતા ભ્રામક મેસેજ સોશિયલ મીડિયા અને વોટ્સએપ મારફતે ફેલાવવામાં આવી રહ્યા છે. આવા મેસેજમાં શંકાસ્પદ લિંક મોકલીને નાગરિકોને ક્લિક કરવા માટે પ્રેરિત કરવામાં આવે છે. આ પ્રકારના મેસેજ સાયબર ઠગાઈનો ભાગ હોઈ શકે છે, જેથી નાગરિકોએ સાવચેત રહેવું જરૂરી છે.

આવા મેસેજમાં જણાવવામાં આવતો ₹8,000નો લાભ મેળવવા માટે કોઈ લિંક પર ક્લિક કરવું નહીં તેમજ પોતાની અંગત માહિતી, બેંક ખાતાની વિગતો, ATM કાર્ડ નંબર, OTP કે અન્ય સંવેદનશીલ માહિતી શેર કરવી નહીં. અજાણી લિંક દ્વારા મોબાઇલમાં કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું પણ ટાળવું.

નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે દિવાળીના રોકડ લાભ, સરકારી સહાય કે અન્ય આકર્ષક ઓફરની લાલચ આપતા મેસેજની સત્યતા ચકાસ્યા વિના વિશ્વાસ ન કરવો. ભારત સરકારની કોઈપણ યોજનાની માહિતી માટે માત્ર સત્તાવાર સરકારી વેબસાઇટ અને વિશ્વસનીય સ્ત્રોતનો જ ઉપયોગ કરવો.

જો કોઈ વ્યક્તિ આવા મેસેજનો ભોગ બને અથવા શંકાસ્પદ લિંક મારફતે નાણાકીય છેતરપિંડી થાય તો તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરી જાણ કરવી તેમજ www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવવી.

સાયબર સુરક્ષા માટે જાગૃતિ અને સાવચેતી જ સૌથી મોટું રક્ષણ છે. નાગરિકોએ આવા ભ્રામક મેસેજ અન્ય લોકોને ફોરવર્ડ કરવાનું ટાળીને સાયબર ઠગાઈથી સુરક્ષિત રહેવા જાગૃત બનવું જોઈએ.

RELATED ARTICLES

Most Popular

Recent Comments