HomeAllભારતે 3 સ્વદેશી AI મોડેલ લોન્ચ કર્યા, ઈન્ટરનેટ વગર પણ કામ કરશે

ભારતે 3 સ્વદેશી AI મોડેલ લોન્ચ કર્યા, ઈન્ટરનેટ વગર પણ કામ કરશે

‘EKA-1’,: ‘Dhir 2B’ અને ‘Dhir 5B’ : ટેક્નોલોજીની દુનિયામાં ભારતે વધુ એક મોટી છલાંગ લગાવી છે. કેન્દ્ર સરકારના IT મંત્રાલય દ્વારા ‘ઇન્ડિયાએઈ મિશન’ (IndiaAI Mission) ના સહયોગથી ત્રણ શક્તિશાળી સ્વદેશી AI મોડેલ સત્તાવાર રીતે લૉન્ચ કરવામાં આવ્યા છે. EKA-1, Dhir 2B અને Dhir 5B નામના આ ત્રણેય AI ટૂલ્સને સંપૂર્ણપણે દેશમાં જ તૈયાર કરવામાં આવ્યા છે, જે ભારતીય ભાષાઓ અને ભારતીય વેપારની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. નવી દિલ્હીમાં યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં IT મંત્રાલયના સચિવ એસ. કૃષ્ણન અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ આ મોડેલ્સ લોકાર્પણ કર્યા હતા. સરકારી ઓફિસો, રિસર્ચ સેન્ટર્સ અને શૈક્ષણિક સંસ્થાઓમાં તેનો વ્યાપક ઉપયોગ થઈ શકશે.

ખાસ વાત એ છે કે આમાંથી બે મોડેલ ઇન્ટરનેટ વગર પણ કામ કરવાની ક્ષમતા ધરાવે છે. દેશનું સૌથી શક્તિશાળી અને એડવાન્સ્ડ AI મોડેલ : ત્રણેય AI ટૂલ્સમાં સૌથી મોટું અને પાવરફુલ મોડેલ ‘EKA-1’ છે, જેને બેંગલુરુ સ્થિત સ્ટાર્ટઅપ સૉકેટ લેબ્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. વિશેષતાઓ : આ એક ઓપન અને સ્પાર્શ હાઈબ્રિજ લેંગ્વેજ મોડેલ છે, જેને જટિલ અને અઘરા કાર્યો પાર પાડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ક્ષમતા : EKA-1 એડવાન્સ્ડ મેથ્સ, સોફ્ટવેર પ્રોગ્રામિંગ અને રિઝનિંગ (તાર્કિક વિશ્લેષણ) જેવા અટપટા સવાલોના જવાબ આપી શકે છે. તે એક એડવાન્સ્ડ AI એજન્ટ તરીકે કામ કરીને એકસાથે અનેક કાર્યો (Multi-tasks) પૂર્ણ કરી શકે છે.

પેરામીટર્સ અને ડેટા: આ મોડેલ 26.3 અબજ પેરામીટર્સ પર આધારિત છે અને તેને 7.5 ટ્રિલિયન ટેક્સ્ટ ટોકન્સના વિશાળ ડેટા સાથે ટ્રેઇન કરવામાં આવ્યું છે. ભાષા અને સેક્ટર : EKA-1 અંગ્રેજી ઉપરાંત ભારતની તમામ અનુસૂચિત ભાષાઓને સરળતાથી સમજી શકે છે. તેની ક્ષમતાને ધ્યાનમાં રાખીને ખાસ કરીને બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસ અને સાયબર સિક્યોરિટી જેવા મહત્ત્વના ક્ષેત્રો માટે તૈયાર કરાયું છે.Dhir 2B અને ઇન્ટરનેટ વગર ચાલતા ક્રાંતિકારી મોડેલ્સ

EKA-1 કરતા અલગ જરૂરિયાતો માટે ZenteiQ AiTech Innovations દ્વારા ‘Dhir 2B’ અને ‘Dhir 5B’ મોડેલ્સ વિકસાવવામાં આવ્યા છે.વગર ઈન્ટરનેટે કામ કરવાની તાકાત: આ બંને મોડેલ્સની સૌથી મોટી અને ખાસ ખૂબી એ છે કે તેને ચલાવવા માટે કોઈ મોટા ક્લાઉડ સર્વર કે હાઇ-સ્પીડ ઈન્ટરનેટની જરૂર નથી પડતી.ડિવાઈસ પર ડાયરેક્ટ ઉપયોગ : યુઝર્સ તેને સીધા પોતાના સ્માર્ટફોન કે લેપટોપમાં ડાઉનલોડ કરીને ઓફલાઈન પણ સરળતાથી વાપરી શકે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments