
સેવા 27 જુલાઈ 2026 રાત્રે 11:59 સુધી માન્ય — ફોનમાં ઓટોમેટિક નેટવર્ક સિલેક્શન ઓન રાખો

સમાચાર : દૂરસંચાર વિભાગ (DoT)એ આપત્તિ દરમિયાન કોમ્યુનિકેશન જાળવવા ઇન્ટ્રા સર્કલ રોમિંગ (ICR) સેવા અમલમાં મૂકી છે. સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર 2020 અને યુનિફાઈડ લાઈસન્સ હેઠળ શરૂ કરાયેલી આ સુવિધા 27 જુલાઈ 2026ની રાત્રે 11:59 સુધી અથવા આગામી આદેશ સુધી લાગુ રહેશે. સેવા સક્રિય હોવાથી જો યુઝરના પોતાના મોબાઈલ નેટવર્ક ઉપલબ્ધ ન હોય, તો ફોન તે જ વિસ્તારમાં ઉપલબ્ધ અન્ય કંપનીના નેટવર્ક પર આપમેળે જોડાઈ શકશે.

DoT મુજબ ICRનો લાભ લેવા માટે ફોનમાં ઓટોમેટિક નેટવર્ક સિલેક્શન ઓન હોવું જરૂરી છે. જો ફોન આપમેળે બીજા નેટવર્ક સાથે ન જોડાય, તો સેટિંગ્સમાં જઈ મોબાઈલ નેટવર્ક અથવા કનેક્શન વિકલ્પ ખોલવો, ત્યારબાદ નેટવર્ક ઓપરેટર્સમાં ઓટોમેટિક સિલેક્શન ચાલુ કરવું. તેમ છતાં સિગ્નલ ન મળે તો મેન્યુઅલ વિકલ્પથી યાદીમાં દેખાતા કોઈપણ ઉપલબ્ધ નેટવર્કને પસંદ કરી કનેક્ટ કરી શકાય છે.

વિભાગે જણાવ્યું છે કે આ વ્યવસ્થા સ્થાનિક નાગરિકો ઉપરાંત NDRF, આરોગ્ય કર્મચારીઓ અને આપત્તિ વ્યવસ્થાપન ટીમોને રાહત કામગીરી દરમિયાન સતત સંપર્કમાં રહેવામાં સહાય કરશે.





















