75 ટકા સ્વદેશી ઉપકરણથી બનેલ આઈએનએસમાં બ્રહ્મોસ મિસાઈલ પણ તૈનાત કરી શકે છે : આ યુદ્ધ જહાજ આત્મનિર્ભર ભારતનો પુરાવો : રાજનાથસિંહ


અહી આયોજીત એક સમારોહમાં રક્ષા મંત્રી રાજનાથસિંહે અત્યાધુનિક અને 75 ટકા સુધી સ્વદેશી યુદ્ધ જહાજ આઈએનએસ મહેન્દ્રગીરી ભારતીય નૌસેનાને સમર્પિત કર્યુ હતું. તેના પર બ્રહ્માંસ મિસાઈલની પણ તૈનાતી કરી શકાય છે.

તાકતવર આઈએનએસ મહેન્દ્રગીરી યુદ્ધ જહાજનું જલાવતરણ પ્રસંગે રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે આંધ્રપ્રદેશ હવે દેશના રક્ષા અને એરોસ્પેસ નિર્માણ ક્ષેત્રમાં એક નવી તાકાત બનીને ઉભર્યું છે. રક્ષામંત્રીએ જણાવ્યું હતું કે આઈએનએસ મહેન્દ્રગીરી હવા, સમુદ્ર અને પાણીની નીચે આવનારા ખતરાનો સામનો કરવામાં સક્ષમ છે.

રાજનાથસિંહે જણાવ્યું હતું કે હિન્દ મહાસાગર ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા ભારતની પ્રાથમીક જવાબદારી છે. આઈએનએસ મહેન્દ્રગીરીની શું છે ખાસીયત: આઈએનએસ મહેન્દ્રગીરી 17 એ નું છઠ્ઠી સ્ટીલ્થ ફ્રિગેટ છે. પુર્વ ઘાટની પર્વત શૃંખલાના નામ પર તેનું નામ આઈએનએસ મહેન્દ્રગીરી રાખવામાં આવ્યું છે. તેની લંબાઈ 149 મીટર છે અને વજન 6670 ટન છે. તે દર કલાકે 28 નોટિકલ માઈલની ઝડપે તરી શકે છે. તેના પર લગભગ 225 થી 230 નૌસૈનિક અને અધિકારી તૈનાત રહી શકે છે.

આ યુદ્ધ જહાજને બરાક-8 એર ડિફેન્સ સીસ્ટમ, 76 એમએમની નૌસૈનિક તોપ, ટોર્પિડો અને એન્ટી સબમરીન રોકેટથી સજજ કરી શકાય છે. તેના પર એમએચ-60 આર જેવા નૌસૈનિક હેલિકોપ્ટર પણ તૈનાત રહી શકે છે. આઈએનએસ મહેન્દ્રગીરી યુદ્ધ જહાજ 75 ટકા સ્વદેશી ઉપકરણથી બનેલું છે.



















