HomeAllમોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના બાર ગ્રંથોનું પ્રકાશન

મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના બાર ગ્રંથોનું પ્રકાશન

સર્જન, વિવેચન, સંશોધન અને સંપાદન ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન; આગામી સમયમાં વધુ ચાર સંશોધન-સંપાદન ગ્રંથો, ત્રણ વાર્તાસંગ્રહ અને બે કાવ્યાસ્વાદના ગ્રંથો થશે પ્રકાશિત

મોરબી, તા. ૦૫/૦૯/૨૦૨૬: મોરબી ઔદ્યોગિક નગરી તરીકે દેશ-વિદેશમાં આગવી ઓળખ ધરાવે છે, ત્યારે કલા અને સાહિત્ય ક્ષેત્રે પણ મોરબીની આગવી સમૃદ્ધ પરંપરા રહી છે. મોરબીના સર્જક, વિવેચક, સંશોધક અને સંપાદક તરીકે ડૉ. ભાવેશ જેતપરિયાનું નામ સાહિત્યજગતમાં સુવિદિત છે. ૩૫ વર્ષ સુધી અધ્યાપક તરીકે સેવાઓ આપ્યા બાદ નિવૃત્તિ પછી પણ તેઓ સતત સાહિત્ય સર્જન અને સંશોધન પ્રવૃત્તિમાં સક્રિય રહ્યા છે.

જેના કારણે સૌરાષ્ટ્ર તરફ જતી તમામ બસોમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે અને ઘણી બસો હાઉસફૂલ થઈ ગઈ છે. સામાન્ય દિવસોમાં જે રૂટ પર સરળતાથી ટિકિટ મળી જાય છે, ત્યાં અત્યારે ટિકિટ મેળવવી પણ મુશ્કેલ બની રહી છે. તહેવારના કારણે મુસાફરોની સંખ્યા અચાનક વધી જતા ખાનગી બસ સંચાલકોએ પણ ભાડામાં વધારો કર્યો છે.

ખાનગી બસોના ભાડામાં દોઢથી બે ગણાનો વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટ, ભાવનગર, જૂનાગઢ અને અમરેલી જતી બસોની ટિકિટ પણ હાલમાં સરળતાથી મળી રહી નથી. પરિવાર સાથે તહેવાર મનાવવા વતન જવા માંગતા લોકોને હવે વધારે ભાડું ચૂકવવું પડી રહ્યું છે. ટિકિટનું ભાડું આશરે 600 રૂપિયા હોય

ડૉ. ભાવેશ જેતપરિયાએ રવિ-ભાણ સંપ્રદાયના સંતકવિ જીવા ભગતની હસ્તપ્રતોમાં રહેલા સંતસાહિત્ય પર સંશોધન કરીને પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે. તેમનું આ સંશોધન ગુજરાતી સંતસાહિત્યના ક્ષેત્રે મહત્વપૂર્ણ અને મૂલ્યવાન પ્રદાન માનવામાં આવે છે.

વર્ષ ૨૦૨૬માં તેમના કુલ બાર ગ્રંથોનું પ્રકાશન થયું છે. જેમાં ‘જીવાભગતનાં ભજનો’ ગ્રંથ ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા પ્રકાશિત થયો છે અને તેનું વિમોચન ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ‘રંગ છે લખનજી!’ નામની નવલકથા પ્રવીણ પ્રકાશન, રાજકોટ દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે. સંશોધન અને સંપાદનલક્ષી નવ ગ્રંથો વિજ્યા ગ્રાફિક્સ, સુરત દ્વારા પ્રકાશિત થયા છે.

ડૉ. જેતપરિયાના પ્રકાશિત સાહિત્યમાં સંશોધન, સંપાદન, નવલકથા અને ચરિત્ર જેવા વિવિધ સાહિત્યપ્રકારોનો સમાવેશ થાય છે. આગામી સમયમાં પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ દ્વારા તેમના સંશોધન-સંપાદનના વધુ ચાર ગ્રંથો, ત્રણ વાર્તાસંગ્રહો તેમજ કાવ્યાસ્વાદના બે ગ્રંથો પ્રકાશિત થવાના છે.

આ રીતે તેમની સાહિત્યસર્જનની યાત્રા સતત વિસ્તરી રહી છે, જે મોરબી જિલ્લાના સાહિત્યજગત માટે ગૌરવની બાબત છે.સાહિત્યસર્જન ઉપરાંત ડૉ. ભાવેશ જેતપરિયા અધ્યાપન, જાહેર કાર્યક્રમો અને સત્સંગ-કથાઓમાં સભા સંચાલન સહિતની વિવિધ પ્રવૃત્તિઓ સાથે પણ સક્રિય રીતે જોડાયેલા રહ્યા છે. તેઓ દોઢ દાયકા સુધી ચૂંટણી તાલીમ અધિકારી તરીકે પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે.

૩૫ વર્ષના અધ્યાપનકાળ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓના શૈક્ષણિક તેમજ સર્વાંગી ઘડતર માટે સતત પુરુષાર્થ કર્યો છે.સતત પ્રવૃત્તિશીલતા, પ્રમાણિકતા અને નિષ્ઠાને જીવનમંત્ર બનાવી સાહિત્ય, શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર ડૉ. ભાવેશ જેતપરિયા મોરબી જિલ્લાનું ગૌરવ છે. તેમના બાર ગ્રંથોના પ્રકાશનની આ સિદ્ધિ બદલ દિવ્ય ક્રાન્તિ ન્યુઝ પરિવાર દ્વારા ડૉ. ભાવેશ જેતપરિયાને હાર્દિક અભિનંદન અને આગામી સાહિત્યિક સર્જન માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments