HomeAllમોરબી સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઓછા વરસાદની સ્થિતિ વચ્ચે રાજ્ય સરકારનું આગોતરું આયોજન

મોરબી સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઓછા વરસાદની સ્થિતિ વચ્ચે રાજ્ય સરકારનું આગોતરું આયોજન

દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગરમાં પીવાના પાણીની તંગી ન સર્જાય તે માટે નર્મદાના પાણીથી ડેમો ભરાશે

મોરબી, તા. ૦૫/૦૯/૨૦૨૬: રાજ્યમાં ચાલુ ચોમાસા દરમિયાન અસંતોષકારક અને ઓછો વરસાદ નોંધાતા ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં આગામી સમયમાં પીવાના પાણી તથા પશુઓ માટે ઘાસચારાની અછત ન સર્જાય તે માટે રાજ્ય સરકારે અત્યારથી જ યુદ્ધના ધોરણે આયોજન હાથ ધર્યું છે.

ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં આ મુદ્દે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી અને મુખ્યમંત્રીએ સંબંધિત વિભાગોને જરૂરી તમામ આગોતરી કામગીરી હાથ ધરવા કડક સૂચનાઓ આપી છે.ચાલુ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં દ્વારકા જિલ્લામાં માત્ર ૬.૪૧ ટકા, પોરબંદરમાં ૧૮.૧૨ ટકા, કચ્છમાં ૨૯.૪૯ ટકા અને જામનગર જિલ્લામાં ૨૮.૭૮ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

ઓછા વરસાદના કારણે આ ચારેય જિલ્લાઓમાં આગામી સમયમાં પાણીની સ્થિતિ વિકટ ન બને તે માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા વિશેષ બ્લૂપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે.નર્મદાના પાણીથી ક્રિટિકલ ડેમો ભરાશેરાજ્ય સરકારના આયોજન મુજબ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગર જિલ્લામાં ધોડી ડેમ, સાની ડેમ, ઊંડ ડેમ અને વર્તુ ડેમ સહિતના પાંચ ડેમ હાલ ક્રિટિકલ સ્થિતિમાં છે.

આ ડેમોને સૌની યોજના હેઠળની પાઇપલાઇન તેમજ પાણી પુરવઠા તંત્રની બલ્ક પાઇપલાઇન મારફતે નર્મદાના પાણીથી ભરવામાં આવશે. કચ્છ જિલ્લાના ટપ્પર ડેમ અને ફતેહગઢ ડેમને પણ નર્મદાના નીરથી ભરવાનું આયોજન કરવામાં આવ્યું છે.આ આયોજનના પરિણામે ટૂંક સમયમાં જ ઉપરોક્ત ચારેય જિલ્લાઓની પીવાના પાણીની અંદાજે ૭૦થી ૮૦ ટકા જરૂરિયાત નર્મદાના પાણીથી પૂર્ણ કરવામાં આવશે.

બાકી રહેતી જરૂરિયાત માટે નવા બોર-કૂવા બનાવી પમ્પિંગ સિસ્ટમ મારફતે પાણી પહોંચાડવામાં આવશે. જ્યારે અંતરિયાળ વિસ્તારોના ગામોમાં જરૂરિયાત મુજબ ટેન્કર મારફતે પાણી વિતરણ કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે.દર ત્રણ મહિને ડેમોમાં પીવાનું પાણી ભરવાનું આયોજનપાણી પુરવઠા વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આ સમગ્ર આયોજનની અમલીકરણ પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરી દેવામાં આવી છે.

હાલ ખરીફ સિઝન દરમિયાન નર્મદાનું પાણી સિંચાઈ માટે આપવામાં આવી રહ્યું છે. ત્યારબાદ જરૂરિયાત મુજબ મોટાભાગે દર ત્રણ મહિને ઉપરોક્ત ડેમોમાં પીવાના ઉપયોગ માટે નર્મદાનું પાણી ભરવાનું આયોજન કરવામાં આવ્યું છે.ઓછા વરસાદને પગલે પશુઓ માટે પૂરતો ઘાસચારો ઉપલબ્ધ રહે તે દિશામાં પણ સરકાર દ્વારા તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી દુષ્કાળ જાહેર કરવાની માંગણીઓ પણ ઉઠી રહી છે ત્યારે પાણી, ઘાસચારો અને અન્ય જરૂરી વ્યવસ્થાઓ અંગે સરકાર દ્વારા આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments