HomeAllદ્વારકા ખાતે વ્રજ હોસ્પિટલમાં નિષ્ણાત તબીબોની વિશેષ OPD યોજાઈ

દ્વારકા ખાતે વ્રજ હોસ્પિટલમાં નિષ્ણાત તબીબોની વિશેષ OPD યોજાઈ

દ્વારકા સ્થિત વ્રજ હોસ્પિટલ ખાતે તા. 31 મે 2026, રવિવારના રોજ વિવિધ આરોગ્ય સેવાઓ માટે નિષ્ણાત તબીબોની વિશેષ OPD સફળતાપૂર્વક યોજાઈ હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં દર્દીઓએ હાજરી આપી તબીબી સલાહ અને સારવારનો લાભ લીધો હતો.

પેટ અને સર્જરી સંબંધિત રોગોની સારવાર માટે જનરલ સર્જન ડૉ. પ્રકાશ ધરાવિયા દ્વારા દર્દીઓની તપાસ કરી જરૂરી માર્ગદર્શન અને સારવાર આપવામાં આવી હતી. પેટમાં દુખાવો, એસિડિટી, ગેસ, બ્લોટિંગ, કબજિયાત, પાઇલ્સ, ગોલબ્લેડર સ્ટોન, હર્નિયા સહિતની સમસ્યાઓ માટે દર્દીઓએ વિશેષ સલાહ મેળવી હતી.

તે ઉપરાંત ત્વચા રોગોના નિષ્ણાત ડૉ. નારણ બેલા દ્વારા સ્કિન, હેર અને નેઇલ સંબંધિત વિવિધ સમસ્યાઓ માટે OPD યોજાઈ હતી. જેમાં ખીલ, ડેન્ડ્રફ, વાળ ખરવા, એલર્જી, એક્ઝિમા, વિટિલિગો અને અન્ય ત્વચા રોગોના દર્દીઓને નિદાન સાથે સારવાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

હોસ્પિટલ ખાતે નિયમિત OPD અંતર્ગત ડૉ. ચિરાગ સોની દ્વારા પણ દર્દીઓની તપાસ કરી સારવાર આપવામાં આવી હતી. સાથે જ આંખના નિષ્ણાત ડૉ. ગૌરવ પંડિત દ્વારા નિઃશુલ્ક આંખ ચેક-અપ કેમ્પ યોજાયો હતો, જેમાં અનેક દર્દીઓએ આંખોની તપાસ કરાવી આરોગ્યલાભ લીધો હતો.

વ્રજ હોસ્પિટલ દ્વારા દર્દીઓને આધુનિક સુવિધાઓ સાથે સુરક્ષિત અને ગુણવત્તાસભર સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી હોવાનું હોસ્પિટલ તંત્રએ જણાવ્યું હતું.

RELATED ARTICLES

Most Popular

Recent Comments