
મોરબી શહેર નગરપાલિકાના નવ નિયુક્ત પ્રથમ નાગરિક તથા મેયર ઉત્તમભાઈ સુરાણી સાહેબની ગુજરાત એકતા મંચના આગેવાનો દ્વારા શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી.

આ શુભેચ્છા મુલાકાત દરમિયાન ગુજરાત એકતા મંચના પ્રમુખ કમલેશભાઈ અમરેલી, ઉપપ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ, રાજકોટ જિલ્લા પ્રમુખ રાજેશભાઈ દુદકિયા, વાંકાનેર શહેર પ્રમુખ દિનેશભાઈ પરમાર તેમજ વાંકાનેર તાલુકા પ્રમુખ નવીનભાઈ કલોલા સહિત એકતા મંચની ટીમ ઉપસ્થિત રહી હતી.

મુલાકાત દરમિયાન મોરબી શહેરના સર્વાંગી વિકાસ, જનસુવિધાઓ અને શહેરના પ્રગતિમાર્ગે આગળ વધારવા અંગે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સાથે જ નવા મેયર તરીકે ઉત્તમભાઈ સુરાણી સફળ કાર્યકાળ નિભાવે તેવી શુભકામનાઓ પણ વ્યક્ત કરવામાં આવી હતી. (તસ્વીર-અહેવાલ: અજય કાંજીયા)


























