HomeAllEPFO ખાતાધારકો માટે ગૂડ ન્યૂઝ : આવતીકાલથી શરૂ થશે હાઈ ડિજિટલ સેવાઓ

EPFO ખાતાધારકો માટે ગૂડ ન્યૂઝ : આવતીકાલથી શરૂ થશે હાઈ ડિજિટલ સેવાઓ

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ)એ પોતાની ડિજિટલ સિસ્ટમને અપગ્રેડ કરવા માટે 26 જૂનથી ઓનલાઈન સેવાઓને અસ્થાયી રીતે બંધ કરી દીધી હતી. આ દરમિયાન પીએફ કલેમ સાથે સંકળાયેલ અનેક મહત્વની સેવાઓ જેમ કે નવો કલેમ ફાઈલ કરવો અને જૂના કલેમની પ્રોસેસીંગ પૂરી રીતે રોકાયેલી રહી હતી.

આ શટડાઉન એક નકકી કરેલી ટેકનોલોજી અપગ્રેડ અને ડેટાબેઝ માઈગ્રેશનનો એક ભાગ હતો, જેનો ઉદેશ સિસ્ટમને વધુ ઝડપી, સુરક્ષિત અને ભરોસાલાયક બનાવવાનો છે.

ઈપીએફઓના અનુસાર આ અપગ્રેડ તેના અંતિમ ચરણમાં છે અને સેવાઓ 30 જૂનની રાત્રે અથવા 1 જુલાઈ 2026થી ફરી શરૂ થવાની આશા છે. આ અપગ્રેડ દરમિયાન નવો પીએફ કલેમ સબમિટ કરવો, અગાઉ આપવામાં આવેલ કલેમની પ્રોસેસીંગ, ઈપીએફઓ મેમ્બર પોર્ટલ અને એમ્પ્લોયર પોર્ટલ એકસસ વગેરે જરૂરી સેવાઓને અસર થઈ હતી.

હવે નવી ટેકનોલોજી અપગ્રેડ બાદ ઈપીએફઓ યુઝર્સને અનેક કાયદા મળશે. જે અંતર્ગત કલેમ પ્રોસેસીંગ ઝડપી થશે, પોર્ટલ વધુ યુઝર ફ્રેન્ડલી બનશે, સર્વીસ ડિલીવરીમાં સુધારો આવશે. સિસ્ટમ વધુ સુરક્ષિત અને ભરોસાલાયક બનશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments