HomeAllએસપી રોડ સંગઠન, મોરબી દ્વારા આજે ખેડૂતોના સમર્થનમાં સાંજે 7 વાગ્યે વિશાળ...

એસપી રોડ સંગઠન, મોરબી દ્વારા આજે ખેડૂતોના સમર્થનમાં સાંજે 7 વાગ્યે વિશાળ કાર રેલી

જયદેવ બુધ્ધભટ્ટી દ્વારા, દિવ્યક્રાંતિ ન્યુઝ,મોરબી, તા. 30 જૂન : મોરબી જિલ્લાના જેતપર ખાતે ખેડૂતો દ્વારા ચાલી રહેલા આંદોલનને સમર્થન આપવા માટે એસપી રોડ સંગઠન, મોરબી દ્વારા આજે સાંજે 7:00 વાગ્યે વિશાળ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર રેલી મોરબીના એસપી રોડ પરથી પ્રસ્થાન કરીને જેતપર સ્થિત ખેડૂત આંદોલન સ્થળે પહોંચશે. રેલીમાં મોટી સંખ્યામાં કારચાલકો, વેપારીઓ, ઉદ્યોગકારો, સામાજિક આગેવાનો તથા વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ જોડાશે તેવી આયોજકો દ્વારા માહિતી આપવામાં આવી છે.

આ રેલીનો મુખ્ય હેતુ ખેડૂતોની માંગણીઓ પ્રત્યે એકતા અને સમર્થન વ્યક્ત કરવાનો તેમજ સમાજના વિવિધ વર્ગોને ખેડૂતોના સંઘર્ષ સાથે જોડવાનો છે. રેલી દરમિયાન રાષ્ટ્રધ્વજ સાથે વાહનોનું ભવ્ય કાફલું ખેડૂતોને નૈતિક સમર્થન આપશે.

એસપી રોડ સંગઠને મોરબી શહેર અને આસપાસના વિસ્તારોના નાગરિકોને મોટી સંખ્યામાં કાર સાથે જોડાઈ ખેડૂતોના સમર્થનમાં પોતાની ઉપસ્થિતિ નોંધાવવા અપીલ કરી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments