HomeAllમોરબી જિલ્લામાં ‘સહકાર થી સમૃદ્ધિ’ના સંકલ્પ સાથે ‘એક પેડ મા કે નામ’...

મોરબી જિલ્લામાં ‘સહકાર થી સમૃદ્ધિ’ના સંકલ્પ સાથે ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ અભિયાન યોજાયું

મોરબી, તા. ૨ જુલાઈ : દેશના વડાપ્રધાન તેમજ કેન્દ્રીય સહકારિતા મંત્રી દ્વારા સહકારી પ્રવૃત્તિઓને નવી દિશા અને ઊર્જા આપવા માટે પ્રસ્થાપિત કરાયેલી ‘સહકાર થી સમૃદ્ધિ’ની ભાવનાને સાકાર કરવાના હેતુથી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય સહકાર સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અભિયાનમાં જિલ્લાની વિવિધ સહકારી સંસ્થાઓએ ઉત્સાહભેર ભાગ લઈ પર્યાવરણ સંવર્ધન અને હરિયાળી વધારવાના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કર્યું હતું. કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લામાં કાર્યરત વિવિધ સહકારી બેંકો, દૂધ ઉત્પાદક સહકારી સંઘો, ખરીદ-વેચાણ સંઘો, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ તેમજ ગ્રામ્ય સ્તરની પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળીઓના પરિસરમાં વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

સમગ્ર જિલ્લામાં સહકારિતાનો સંદેશ વધુ વ્યાપક બનાવવા તેમજ સહકારી ક્ષેત્રના માધ્યમથી પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી ક્રાંતિ તરફ જનજાગૃતિ ફેલાવવાના મુખ્ય હેતુ સાથે આ સઘન વૃક્ષારોપણ અભિયાન યોજાયું હતું. આ અંગેની માહિતી મોરબી જિલ્લા રજિસ્ટ્રારની યાદીમાં આપવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments