HomeAllગિરનાર સીડી ઉપર ફરી સિંહનાં ટોળા દેખાતા વન ટ્રેકરો દોડયા

ગિરનાર સીડી ઉપર ફરી સિંહનાં ટોળા દેખાતા વન ટ્રેકરો દોડયા

મોડી રાત્રીનાં ડોલીવાળાએ જાણ કરતા યાત્રિકોને રોકી દેવાયા – સલામતીપૂર્વક સિંહોને ખદેડવામાં આવતા હાશકારો

જુનાગઢ: જુનાગઢ ગિરનાર પર્વત ખાતે ગત સાંજે આઠેક વાગ્યાના સુમારે ગિરનારની સીડી પર 150 પગથિયા પાસે એકાએક સિંહના ટોળાએ આવી બેસી ગયા હતા યાત્રીકો અને સ્થાનિક લોકોમાં પણ ભારે દોડધામ મચી ગઈ હતી તેમજ ભયનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો.

સાંજના સમયના કારણે ગિરનાર શિખર પર દર્શન કરી મોટી સંખ્યામાં યાત્રિકો પગથિયા દ્વારા નીચે આવી રહ્યા હતા ત્યારે ડોલીવાળાઓ યાત્રિકોને નીચે લાવી રહ્યા હતા ત્યારે સીડી ન એકદમ નજીક એક સિંહનું ટોળું જોવા મળ્યું હતું જેને લઇ ને ડોલીવાળાઓએ વન વિભાગને જાણ કરી હતી.

વન વિભાગના 20 થી 25 કર્મીઓ અને અનુભવી ટ્રેક કરો તાત્કાલિક 150 પગથિયે આવી આ વન વિભાગના ગરમીઓએ યાત્રિકોને સુરક્ષિત ઘેરાઓ આપ્યો હતો અને સિંહને જંગલમાં ખસેડવાની કામગીરી હાથ ધરી હતી છતાં પણ સિંહો સીડી પરથી દૂર ન જતા વન વિભાગ એ સમગ્ર વિસ્તારમાં કડક પેટ્રોલિંગ અને સુરક્ષા કવચ ખડકી દીધું હતું.

સૌથી વધારે ચોકાવનારી અને આપત્તિજનક બાબત એ હતી કે ગિરનાની સીડીઓ પર સ્ટ્રીટ લાઇટો ગઈકાલે પણ બંધ હતી અને અંધારામાં વન્ય પ્રાણીઓ સીડી પર આવી જતા યાત્રિકોના જીવ તાળવે ચોટી ગયા હતા.

થોડા દિવસો પહેલા વહેલી સવારે 11 વર્ષના માસુમ બાળકને સીડી પરથી સિંહે ઉપાડી જઈ ફાડી ખાધો હતો અને બાળક એ જીવ ગુમાવ્યો હતો છતાં પણ આ ઘટના બાદ પણ મનપાનું તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગતું નથી કાયમી અને હાઈ ક્વોલિટી લાઇટિંગ ની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો આગામી સમયમાં કોઈ મોટી જાનહાની થશે તો સંપૂર્ણ જવાબદારી મનપા વહીવટી તંત્રની રહેશે તેવી ચર્ચા જાગી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments