HomeAllGSTR-3B માં હવે કરદાતા જાતે સુધારા કરી શકશે નહી; સીસ્ટમ જ `લોક'...

GSTR-3B માં હવે કરદાતા જાતે સુધારા કરી શકશે નહી; સીસ્ટમ જ `લોક’ કરી દેશે

જીએસટીમાં આઈટીસી સહિતની સીસ્ટમને વધુ ટાઈટ બનાવતા હવે જીએસટી સીસ્ટમ ફાઈલીંગને હવે મેન્યુઅલ-માનવ સંચાલીતના બદલે સીસ્ટમ આધારિત બનાવાઈ છે. જીએસટીઆર-3 બી માં સરકારે ટેબલ-4ની માહિતી ઓટો પોપ્યુલેટેડ એટલે કે જીએસટીઆર-2બી માંથી આપોઆપ તેના આંકડા સહિતની માહિતી સીસ્ટમ જ ભરી લેશે તથા ઈનપુટ ટેક્ષ ક્રેડીટ `લોક’ થઈ જશે.

જેના કારણે ઈનપુટ ટેક્ષ ક્રેડીટમાં કોઈ વ્યક્તિ ચેડા કરી શકશે નહી તથા એક વખત રિટર્ન ફાઈલ કર્યા બાદ તેમાં સુધારાની શકયતા બહું મર્યાદીત બની જશે. આ નવી સીસ્ટમ જુલાઈ-2026ની રિટર્ન ફાઈલીંગથી અમલી બની જશે. જીએસટીઆર-3બીમાં જે ટેબલ-4 માં આંકડા છે તે જીએસટીઆર-2બી માંથી આપોઆપ કોમ્પ્યુટર સીસ્ટમ મેળવી લેશે. જેને ઈનવોઈસ મેનેજમેન્ટ સીસ્ટમ હેઠળ આવરી લેવાઈ છે.

એક વખત આ માહિતી આપોઆપ ભરાઈ જાય પછી તેને કરદાતા સુધારા-વધારા કરી શકશે નહી. જેના કારણે સપ્લાયર્સની માહિતી ચોકકસ થશે તથા ખરીદનારની ઈનપુટ ટેક્ષ ક્રેડીટની ચોકકસતા પણ નિશ્ચિત થઈ જશે. તેથી કરદાતા હવે જીએસટીઆર-3બીમાં તેની જાતે ઈનપુટ ટેક્ષ ક્રેડીટ વધારી કે ઘટાડી શકશે નહી.

તેવી જ રીતે સપ્લાયર્સ જો જીએસટીઆર-1માં કોઈ ઈનવોઈસ સાચી રીતે કે અપલોડ કરવામાં નિષ્ફળ રહે અને તે જીએસટીઆર-2બી માં રીફલેકટ થતા ન હોય તો ખરીદનાર ઈનપુટ ટેક્ષ ક્રેડીટ કલેમ કરી શકશે નહી.

આ અંગે ટુંક સમયમાં નોટીફીકેશન બહાર પડી જશે. આમ સપ્લાયર્સની માહિતતી મહત્વની બનશે અને જો ઈનવોઈસ જીએસટીઆર-2 માં દેખાતુ હોય તો જ ખરીદનાર તેની ઈનપુટ ટેક્ષ ક્રેડીટ જે તે માસમાં કલેમ કરી શકશે.

જો જીએસટીઆર-1માં ઈનવોઈસ અપલોડ વધુ ન હોય અથવા ખોટી રીતે અપલોડ થયું હોય તો જે તે મહિને ઈનપુટ ટેક્ષ ક્રેડીટ મળશે નહી. જીએસટીઆર-1ની ભુલ નિશ્ચિત સમયમાં સુધારવી પડશે અને એક વખત જીએસટીઆર-3 અપલોડ થઈ જાય પછી આ પ્રકારના સુધારા થઈ શકશે નહી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments