HomeAllગુજરાતના 12 જિલ્લાના ખેડૂત આગેવાનો જેતપરમાં : રાજસ્થાન જેવા વળતરની માંગ

ગુજરાતના 12 જિલ્લાના ખેડૂત આગેવાનો જેતપરમાં : રાજસ્થાન જેવા વળતરની માંગ

ચાર ગણુ વળતર નહીં મળે તો ખેતરોમાં થાંભલા ઉભા કરવા નહી દઈએ : આંદોલન પાર્ટ-3 અંગે ચર્ચા: સરકારની ઓફર લોલીપોપ જેવી…

મોરબીના જેતપર ગામેથી વીજપોલના વળતર માટેનું આંદોલન પાર્ટ 3 શરૂ કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે ગુરુવારે રાતે જેતપર ગામે અમદાવાદ, ગાંધીનગર, નર્મદા, વડોદરા સહિતના 12 જિલ્લાના ખેડૂતો અને સરપંચોને બોલાવવામાં આવ્યા હતા અને વિશાળ સંખ્યામાં ખેડૂતોની હાજરીમાં વીજ કંપની પાસેથી વધુમાં વધુ વળતર મેળવવા માટે કેવું આંદોલન કરવું જોઈએ તેની ચર્ચા કરવામાં આવી હતી આંદોલનની રણનીતિ નક્કી કરવામાં માટેના સૂચનો મેળવવામાં આવ્યા હતા.

જેતપર ગામેથી આંદોલન પાર્ટ 3 માટેનું રણશિંગુ ફૂંકવામાં આવ્યું છે જેના ભાગરૂપે સૌરાષ્ટ્રના 12 જિલ્લામાંથી ખેડૂત આગેવાનો અને સરપંચોને બુધવારે બોલાવવામાં આવ્યા હતા અને તેઓની સાથે આંદોલન પાર્ટ 3 માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

ખેડૂતોના ખેતરમાં ઊભા કરવામાં આવતા વીજ થાંભલા સામે જો પૂરતું વળતર કાપવામાં ન આવે તો થાંભલાને ઉખેડી નાખવાની ચીમકી ખેડૂતો ઉચ્ચારી રહ્યા છે. દરમ્યાન ગુરુવારે રાતે જે 12 જિલ્લાના આગેવાનો સાથે બેઠક કરવામાં આવી હતી તેમાં સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદર, ભરુચ, સુરત, વાવ-થરાદ, મહેસાણા, ગાંધીનર અને નર્મદા જિલ્લાનો સમાવેશ થતો હતા.

આ બેઠકમાં આવેલા ખેડૂતોએ સરકારને ખુલ્લી ચેતવણી આપતા કહ્યું હતું કે જો ખેડૂતોને તેમની જમીનમાં નાખવામાં આવતા વીજપોલ સામે પૂરતું વળતર નહીં આપવામાં આવે તો હાલમાં ખેડૂતો સરકારને હટાવવા માટે એકત્રિત થયા નથી પરંતુ વળતર નહીં મળે તો ભાજપ વિરોધી મતદાન કરતા પણ ખેડૂતો અચકાશે નહીં અને આગામી સમયમાં આંદોલન પાર્ટ 3 શરૂ થશે તે પૂરા આક્રોશ સાથે હશે અને તેના માટેની તમામ જવાબદારીઓ સરકારની રહેશે અને તાજેતરમાં સરકાર દ્વારા વીજ કંપનીના વીજ પોલ અને કોરિડોર માટે વળતરનો જે નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે તેને 12 જિલ્લામાંથી આવેલા ખેડૂતોએ લોલીપોપ સમાન ગણાવ્યો છે.

અમદાવાદના ગજેન્દ્રસિંહ ઝાલા, દ્વારકાના પ્રગ્નેશ પટેલ, પાટણના પ્રકાશ ચોધરી સહિતના ખેડૂતોએ કહ્યું હતું કે, જે રીતે રાજસ્થાનમાં સરકાર ચાર ગણું વળતર ચૂકવે છે તેવી જ રીતે ગુજરાતમાં ખેડૂતોને પણ ચાર ગણું વળતર જોઈએ અને તે નહીં મળે તો ખેડૂતોના ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ તેવી ચેતવણી આપવામાં આવી છે.

જેતપર આંદોલન સમિતિના સભ્ય નિકેતભાઈ પંચાસરા અને રાકેશભાઈ અમૃતિયાએ કહ્યું હતું કે, છેલ્લા બે દિવસમાં ગુજરાતના 24 જેટલા જિલ્લામાંથી ખેડૂત આગેવાનો જેતપર ઉપવાસી છાવણી ખાતે આવ્યા છે અને તેઓએ પોતાના સૂચન આપ્યા છે હવેમાંથી સરકાર સમક્ષ માંગણી મૂકવા માટેના મુદા તૈયાર કરવામાં આવશે ત્યાર બાદ આગામી દિવસોમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયત લેવલે ખેડૂતોની સમિતિઓ બનાવવામાં આવશે અને ત્યાર બાદ આયોજન પૂર્વક વીજપોલના વળતર માટે આંદોલન પાર્ટ 3 શરૂ કરવામાં આવશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments