HomeAllગુજરાતમાં ચોમાસાનો રિપોર્ટ : 38 તાલુકામાં 100% વરસાદ, 84માં 50% પણ નહીં,...

ગુજરાતમાં ચોમાસાનો રિપોર્ટ : 38 તાલુકામાં 100% વરસાદ, 84માં 50% પણ નહીં, સૌથી ઓછો વરસાદ અહીં

ગુજરાતમાં: 23.50 ઈંચ સાથે સિઝનનો 68.58 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. રાજ્યના 38 તાલુકા એવા છે જ્યાં સિઝનનો 100 ટકા વરસાદ વરસ્યો છે જ્યારે 84 તાલુકામાં હજુ 50 ટકા વરસાદ પણ વરસ્યો નથી. અત્યારસુધી વલસાડ જિલ્લામાં સૌથી વધુ 98.50 ઈંચ જ્યારે દેવભૂમિ દ્વારકામાં સૌથી ઓછો બે ઈંચ વરસાદ નોંધાયો છે. અત્યારસુધી વલસાડના કપરાડામાં સૌથી વધુ 129 ઈંચ : રીજિયન પ્રમાણે જોવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 95 ટકા અને કચ્છમાં સૌથી ઓછો 5.55 ઈંચ વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં 14.40 ઈંચ સાથે સિઝનનો સરેરાશ 50 ટકા વરસાદ છે.

રાજ્યના 35 તાલુકામાં 40 ઈંચથી વધુ, 77માં 20થી 40 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. એકતરફ સાર્વત્રિક મેઘમહેર છે તો કેટલાક તાલુકા અને જિલ્લા એવા પણ છે જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું છે. દેવભૂમિ દ્વારકામાં સરેરાશ 2.05 ઈંચ સાથે સૌથી ઓછો 6.24 ટકા, કચ્છમાં 5.56 ઈંચ સાથે 28.30 ટકા વરસાદ વરસ્યો છે. બીજી તરફ દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકામાં 0.60 ઈંચ, કલ્યાણપુરમાં 1.20 ઈંચ, જ્યારે કચ્છના અબડાસામાં 1.77 ઈંચ જ વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ગયા વર્ષે બીજી ઓગસ્ટ સુધી સિઝનનો 63 ટકા વરસાદ વરસ્યો હતો.

ગયા વર્ષે અત્યારસુધી 40 ઈંચથી વધુ વરસાદ હોય તેવા 25 તાલુકા હતા જ્યારે આ વખતે એવા તાલુકાની સંખ્યા 35 થઈ છે. ગયા વર્ષે બીજી ઓગસ્ટ સુધી કચ્છમાં 64.16 ટકા, ઉત્તર ગુજરાતમાં 65.47 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 65 ટકા, સૌરાષ્ટ્રમાં 55 ટકા, દક્ષિણ ગુજરાતમાં 67 ટકા વરસાદ નોંધાયો હતો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments