HomeAllવાંકાનેર સહિત મોરબી જિલ્લાની તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રહ્યું

વાંકાનેર સહિત મોરબી જિલ્લાની તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રહ્યું

વાંકાનેર: મોરબી જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ભારે વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્ર દ્વારા નાગરિકો અને વિદ્યાર્થીઓની સુરક્ષા અર્થ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સાવચેતીના પગલારૂપે આજે તા.1ના રોજ જિલ્લાની તમામ પ્રાથમીક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, કોલેજો, આઈટીઆઈ તેમજ તમામ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રાખી વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વાલીઓ અને નાગરિકોને હવામાન વિભાગની આગાહી ધ્યાને રાખી જરૂરી સાવચેતી રાખવા તેમજ તંત્રની સૂચનાઓનું પાલન કરી સહયોગ આપવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

ગઈકાલે હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલ સવારથી જ વાંકાનેર શહેર અને આસપાસના વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો અને ઠંડા પવન સાથે વરસાદી માહોલ છવાયેલો રહ્યો હતો. જો કે સાંજ સુધી વરસાદ નોંધાયો નહોતો. પરંતુ મોડી સાંજે વરસાદી ઝાપટાં સાથે મેઘરાજાએ આખરે એન્ટ્રી કરી હતી. હાલ આકાશમાં ઘેરા વાદળો છવાયેલા હોવાથી રાત્રીના સમયે વધુ વરસાદ વરસવાની શકયતા વ્યક્ત થઈ રહી છે. જો કે મેઘરાજાનો મિજાજ કયારે અને કયાં વરસે તે કુદરત પર નિર્ભર છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments